કર્ણાટક ભાજપના ધારાસભ્ય સામે બળાત્કારનો કેસ:અન્ય 7 લોકો પણ આરોપી, કોન્ટ્રાક્ટરના ઉત્પીડન મામલે મુનીરત્ન પહેલાથી જ કસ્ટડીમાં
કર્ણાટકના રાજરાજેશ્વરી નગરના બીજેપી ધારાસભ્ય મુનીરત્ન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના એક ખાનગી રિસોર્ટમાં બની હતી. ધારાસભ્ય સહિત 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મુનીરત્ન પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે. તેના પર કોન્ટ્રાક્ટરને ધમકાવવા, દુર્વ્યવહાર અને મારપીટ કરવાનો આરોપ છે. પોલીસે 14 સપ્ટેમ્બરે મુનીરત્નની ધરપકડ કરી હતી. તે 30 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. જાણો કોન્ટ્રાક્ટરની ધમકીને લઈને શું છે મામલો...
ભાજપના ધારાસભ્ય મુનીરત્ન પર દલિત કોન્ટ્રાક્ટર ચેલવરાજુને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો, જાતિ આધારિત દુર્વ્યવહાર કરવાનો અને લાંચની માગણી કરવાનો આરોપ છે. કોલાર જિલ્લાના મુલબાગલ શહેર પાસેના નાંગલી ગામમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે કહ્યું- કોન્ટ્રાક્ટ ખતમ કરવાની ધમકી આપી, 30 લાખ માગ્યા
કોન્ટ્રાક્ટર ચેલવરાજુએ કહ્યું હતું કે ધારાસભ્યએ તેમની પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ માગી હતી. કોન્ટ્રાક્ટરનો આરોપ છે કે ધારાસભ્યએ પૈસા નહીં ચૂકવે તો કોન્ટ્રાક્ટ ખતમ કરવાની ધમકી આપી હતી. પૈસા ન આપતા માર માર્યો. વાત 2021ની છે. ધારાસભ્યએ અગાઉ ઘન કચરા નિકાલના કોન્ટ્રાક્ટ માટે કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. કોન્ટ્રાક્ટર ચેલવરાજુએ તેની ઓડિયો ક્લિપ પણ બહાર પાડી છે. પોલીસે જણાવ્યું કે ધારાસભ્ય વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાંથી એક કોન્ટ્રાક્ટર દ્વારા અને બીજી મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા નોંધવામાં આવી છે. ધારાસભ્યએ કહ્યું- છેલ્લા 15 વર્ષમાં આજ સુધી કોઈએ આક્ષેપો કર્યા નથી
ધારાસભ્ય મુનીરત્ને વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે - છેલ્લા 15 વર્ષમાં કોઈ કોન્ટ્રાક્ટર કે જનતા દ્વારા એવો કોઈ આરોપ નથી લગાવવામાં આવ્યો કે મેં અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોય. લોકસભાની ચૂંટણી અને પરિણામો બાદ મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. ધારાસભ્ય મુનીરત્નના વકીલ સદાનંદે કહ્યું- આરોપો સત્યથી દૂર છે. કોઈ પુરાવા નથી. અમે હાઈકોર્ટમાં જઈને સત્ય બહાર લાવીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.