કોર્ટમાંથી ભાગી ગયેલ બળાત્કારના આરોપીની ટોળાએ ભેગા મળી હત્યા કરી - At This Time

કોર્ટમાંથી ભાગી ગયેલ બળાત્કારના આરોપીની ટોળાએ ભેગા મળી હત્યા કરી


(પીટીઆઇ)     ઉત્તર લખીમપુર, તા. ૧૮આસામના લખીમપુર જિલ્લામાં બે દિવસ
પહેલા કોર્ટમાંથી ભાગી ગયેલા  બળાત્કાર અને
હત્યાના ૪૫ વર્ષીય આરોપીની આજે ટોળાએ ભેગા મળી હત્યા કરી હતી તેમ પોલીસે એક
નિવેદનમાં જણાવ્યું છે. ગરજાઇ બરુઆ ઉર્ફે રાજુ બરુઆને પોલીસે
ભયજનક અપરાધી ગણાવ્યો હતો. આ અપરાધી કોર્ટમાંથી ભાગી જઇને ઘીલમાર પોલીસ સ્ટેશનની
હદમાં આવેલા કીલાકીલી ગામમાં સંતાયો હતો. આજે વહેલી સવારે સ્થાનિક લોકોએ તેને પકડી
લીધો હતો.તેમણે પોલીસને જાણ કરી હતી પણ તેને
આવવામાં મોડું થયું હતું. ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં ભીડ એક્ત્ર થઇ ગઇ હતી અને
તેણે આરોપીને મારવાનું શરૃ કરી દીધું હતું. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો
આરોપી ગંભીર રીતે ઘાયલ હતો.ટોળાથી તેને બચાવવામાં પોલીસને પણ ઇજા થઇ હતી. પોલીસ
ત્યાંથી ઘાયલ આરોપીને ધકુઆખાના સિવિલ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં ડોક્ટરોએ
જણાવ્યું હતું કે તે મૃત્યુ પામ્યો છે. ઇજાગ્રસ્ત બે પોલીસકર્મીઓને વધુ સારી
સારવાર માટે ઉત્તર લખીમપુર લઇ જવામાં આવ્યા હતાં. છેલ્લા ૧૫ વર્ષમાં વિવિધ પોલીસ
સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ ચોરી,
લૂટ, હત્યા, બળાત્કાર અને
અન્ય અપરાધો નોંધવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે બરુઆ અને અન્ય બે આરોપીઓ
ધકુઆખાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ટોઇલેટમાંથી મંગળવારે ભાગી ગયા હતાં  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.