સંતરોડ સાલીયા ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથાર પાણીની સમસ્યાને લઈ સ્થળ વિઝીટ કરી
પંચમહાલ, મોરવા હડફ તાલુકાના સાલીયા સંતરોડ ગામ ખાતે જૂની પોસ્ટ બજાર ખેડા ફળિયામાં કેટલા સમયથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે સાલીયા સંતરોડ જૂની પોસ્ટ બજાર ખેડા ફળિયામાં રહેતી મહિલાઓ ને પીવાનું પાણી તેમજ નાવા જવાનું પાણી ની સમસ્યા ને લઈ તારીખ 24/5/ 2023 બુધવારના રોજ ગ્રામ પંચાયત સંતરોડ સાલીયા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. સંતરોડ સાલીયા ગામના સરપંચ તેમજ તલાટી ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે હારેડા નું પાણી આગળથી ના મળતા તમને અઠવાડિયામાં એક વાર પાણી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ ગામની મહિલાઓ સંતરોડ સાલીયા ખેડા ફળિયા ની મહિલાઓ મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સ્થળ ઉપર પાણીની સમસ્યા દૂર કરે તેવી રિક્વેસ્ટ કરવામાં આવી હતી. ત્યારે મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર બીજા દિવસે તારીખ 25/ 5/ 2023 ના રોજ ગુરુવારે સ્થળ તપાસ કરી પાણીની સમસ્યા ને લઈ હલ કરવા માટે ખેડા ફળિયા પોસ્ટ બજાર પહોંચ્યા હતા. જુની પોસ્ટ બજાર ખેડા ફળિયામાં લોકોની પાણીની સમસ્યા જોઈ ધારાસભ્ય નિમિષાબેન સુથાર સરપંચ તેમજ તલાટી સાથે રાખી જણાવ્યું હતું કે એક એક ગામોમાં એક કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે. તો આ પાણીની સમસ્યા હજુ સુધી કેમ પૂરી થઈ નથી. હાલમાં જે કોન્ટ્રાક્ટરે આ નલ સે જલ યોજના ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો પાણી કેમ આવતું નથી તાત્કાલિક ધોરણે નલ સે જલ યોજનામાં કામગીરી સક્સે નથી. ત્યારે ધારાસભ્ય નિમિષાબેન સુથાર નલ સે જલ યોજનાની કામગીરી કોન્ટ્રાક્ટર એ કરી છે એ કોન્ટ્રાક્ટર બોલાવી બીજા દિવસે તૂટેલી પાઇપલાઇન રીપેરીંગ કરે અને રેગ્યુલર પાણી મળવું જોઈએ અને જ્યાં સુધી રેગ્યુલર પાણી ના મળે ત્યાં સુધી ત્યારે બીલ ચૂકવવાનું નથી. ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યાં સુધી પાણીની સમસ્યા નો હલ ના થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સરપંચ તથા તલાટી કમ મંત્રી ને જણાવ્યું હતું કે પાણીનું ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવા પડશે. તેમ જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા તૂટેલી પાઇપ રીપેર કામ કરી નલ સે જલ યોજનામાં પૂર્ણ કામગીરી કરી ગ્રામ પંચાયત સાલીયા સંતરોડ કેટલા દિવસોમાં પાણી પૂરું પાડશે તે જોવાનું રહેશે.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ.
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.