રણવીર-દીપિકા બેબીમૂન મનાવવા લંડન ગયા!:'કલ્કિ' ઈવેન્ટમાં હીલ્સ પહેરવા બદલ ટ્રોલ થઈ એક્ટ્રેસ, સપ્ટેમ્બરમાં આપી શકે છે બાળકને જન્મ - At This Time

રણવીર-દીપિકા બેબીમૂન મનાવવા લંડન ગયા!:’કલ્કિ’ ઈવેન્ટમાં હીલ્સ પહેરવા બદલ ટ્રોલ થઈ એક્ટ્રેસ, સપ્ટેમ્બરમાં આપી શકે છે બાળકને જન્મ


બોલિવૂડ પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગુરુવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અહીં રણવીર પહેલાં કારમાંથી નીચે ઉતર્યો અને પછી પત્ની દીપિકાને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી. જો રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ બેબીમૂન સેલિબ્રેટ કરવા લંડન રવાના થઈ ગયું છે. આ કપલના ઘરે સપ્ટેમ્બર માસમાં કિલકારી ગુંજે એવી શક્યતા છે કપલે બ્લેક આઉટફિટમાં ટ્વીન કર્યું
એરપોર્ટ પર બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. જ્યાં રણવીર બ્લેક ટી-શર્ટ, ડેનિમ અને વ્હાઇટ શૂઝમાં જોવા મળ્યો હતો. દીપિકા બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. તેમણે બ્લેક સ્વેટર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. દીપિકા 'કલ્કિ'ની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં પહોંચી
અગાઉ, અભિનેત્રી બુધવારે સાંજે મુંબઈના જુહુમાં નોવોટેલ હોટેલમાં આયોજિત ફિલ્મ 'કલ્કિ 2898 એડી'ની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં પણ પહોંચી હતી. આ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટમાંથી અમિતાભ બચ્ચન, પ્રભાસ અને કમલ હાસન જેવા સુપરસ્ટાર્સે પણ હાજરી આપી હતી. કો-સ્ટાર્સ અભિનેત્રીને સંભાળતા જોવા મળ્યા હતા
અહીં અમિતાભ બચ્ચને સ્ટેજ પર ચડતી વખતે ગર્ભવતી દીપિકા પાદુકોણને સપોર્ટ કર્યો હતો. જ્યારે દીપિકા સ્ટેજ પરથી નીચે આવી ત્યારે પ્રભાસ તેને સંભાળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચન મસ્તીથી ભરપૂર સ્ટાઈલમાં પણ જોવા મળ્યા હતા. એક્ટ્રેસ હીલ્સમાં ઇવેન્ટમાંપહોંચતા જ ટ્રોલ થઈ
દીપિકા આ ​​ઈવેન્ટમાં હાઈ હીલ્સ પહેરીને પહોંચી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ટ્રોલ પણ કરી હતી. એક યુઝરે લખ્યું- પ્રેગ્નેન્સી દરમિયાન આવી હાઈ હીલ્સ જોખમકારકક છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી- તમે ગમે તેટલા સુંદર દેખાવા માગતા હો તમારે આ સમયે હાઈ હીલ્સ ન પહેરવી જોઈએ. પ્રભાસે સેટ પર દીપિકાને ખૂબ જ ખવડાવ્યું હતું
ઈવેન્ટમાં ફિલ્મમાં કામ કરવાનો પોતાનો અનુભવ જણાવતા દીપિકાએ કહ્યું કે, 'આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રભાસે મને જે ભોજન ખવડાવ્યું તેના કારણે હું આવી દેખાઈ રહી છું. દરરોજ, ટાઈમસર તેમનું જમવાનું આવી જતું હતું, એવું લાગતું હતું કે તેમનો ખોરાક ઘરેથી નહીં પરંતુ કોઈ સેવા કેન્દ્રમાંથી આવતો હોય. આ ફિલ્મ વિશ્વભરમાં 27 જૂને રિલીઝ
પ્રભાસ, દીપિકા, અમિતાભ અને કમલ હાસન સ્ટારર 'કલ્કિ 2898 એડી' 27 જૂને રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ ભૈરવના રોલમાં જોવા મળશે. અમિતાભ બચ્ચન તેમાં અશ્વત્થામાનો રોલ કરી રહ્યા છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મને સાઉથ ડિરેક્ટર નાગ અશ્વિને પૌરાણિક કથાઓ સાથે જોડીને ડિરેક્ટ કરી છે. હિન્દીની સાથે તે તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજીમાં પણ રિલીઝ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.