જો દીકરી ભાગી ગઈ તો મા-બાપને જેલમાં મોકલી દઈશ... IPS અધિકારીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ - At This Time

જો દીકરી ભાગી ગઈ તો મા-બાપને જેલમાં મોકલી દઈશ… IPS અધિકારીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ


- 'પેદા કરીને છોડી દીધા છે, કોના ભરોસે છોડી દીધા છે ભાઈ...'રામપુર, તા. 29 જૂન 2022, બુધવાર ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં તૈનાત એક IPS અધિકારીના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. રામપુરના પોલીસ અધિકારી અશોક કુમાર શુક્લાએ જણાવ્યું કે, જો દીકરી ભાગી જાય તો તેઓ મા-બાપને જેલમાં મોકલી દેવા ઈચ્છે છે. જોકે આ નિવેદન વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા કરવાની સાથે તે અંગે માફી માગી લીધી હતી. રામપુરની પેટા ચૂંટણી બાદ પોલીસ લાઈનમાં એક સદ્ભાવના બેઠક યોજવામાં આવી હતી. તેમાં એસપી અશોક કુમાર શુક્લા ઉપરાંત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન એસપીએ સ્ટેજ સંભાળીને બાળકોની તાલીમ પર ભાર મુકવા માટે જણાવ્યું હતું. આ વીડિયો સમાજવાદી પાર્ટી દ્વારા પણ શેર કરવમાં આવ્યો છે. તેમાં પોલીસ અધિકારી અશોક કુમાર શુક્લા કહી રહ્યા છે કે, 'હાલ એક મોટો તમાશો થયો પોલીસ લાઈનમાં, કોઈ મુસ્લિમ યુવતી કોઈ હિંદુ યુવક સાથે... કે કોઈ હિંદુ યુવતી મુસ્લિમ યુવક સાથે જઈ રહી હતી... તો તમે લોકો જુઓ કે તમારા પરિવારમાં આવું શા માટે બની રહ્યું છે? હું તો એ મા-બાપને જેલમાં મોકલવા ઈચ્છીશ જે ફરિયાદ લઈને આવે કે મારી દીકરી જતી રહી છે.'આટલેથી ન અટકતાં આગળ કહ્યું હતું કે, 'પેદા કરીને છોડી દીધા છે, કોના ભરોસે છોડી દીધા છે ભાઈ... અને જો સારૂં લાગે તો આ પણ સાંભળી લો ભાઈ 1-2 બાળકો ઘણાં છે.' સપા દ્વારા પ્રહાર બાદ કર્યું ખંડનસમાજવાદી પાર્ટીએ આ વીડિયો શેર કરીને ટીકા કરતા લખ્યું હતું કે, 'રામપુરના પોલીસ કેપ્ટન અશોક કુમારનું નિવેદન સાંભળો, ખૂબ જ શરમજનક, યુપી પોલીસ પોતાની ડ્યુટી ભલે સારી રીતે ન કરી શકે પરંતુ સરકારના પ્રમુખનું જોઈને યુપી પોલીસ પ્રવચન બહુ આપે છે, કેપ્ટન સાહેબ લલિતપુરમાં રેપિસ્ટ અને સમગ્ર યુપીની ભ્રષ્ટાચારી પોલીસ અંગે તમારૂં શું કહેવું છે?' આ મામલે વિવાદ થયા બાદ રામપુરના પોલીસ અધિકારીના હવાલાથી સમગ્ર મુદ્દે સ્પષ્ટતા બહાર પાડવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, 'ફરિયાદ કરનારા મા-બાપને મોકલી દઈશ'નો એ મતલબ નહોતો. માફી પણ માંગી. ઉપરાંત જણાવ્યું કે, તેઓ પીડિત પરિવારને સંપૂર્ણ મદદ કરશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.