રાજકોટમાં પહેલીવાર વૃક્ષકથા યોજાશે, એક લાખ વૃક્ષ વાવેતરનો સંકલ્પ લેવાશે
પ્રકૃતિ પ્રત્યેનું ઋણ ચૂકવવા વર્ષા ફાઉન્ડેશન અને સદ્ભાવના વૃદ્ધાશ્રમની પહેલ
રાજકોટમાં આ વર્ષે ગરમીનો પારો ઉગ્ર રહ્યો. ત્યારે પ્રકૃતિ જતનની પહેલના ભાગરૂપે અને લોકોમાં જાગૃતિ આવે એ માટે વર્ષા ફાઉન્ડેશન અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નવી પહેલ હાથ ધરાઈ છે. રાજકોટમાં પહેલીવાર શ્રીમદ્ ભાગવત વૃક્ષકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક લાખ વૃક્ષ વાવેતરનો સંકલ્પ લેવામાં આવશે. શ્રીમદ્ ભાગવત વૃક્ષકથા 25થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. કથાના વક્તા વિનોદભાઈ પટેલ રહેશે. કથાના આયોજક વિનોદભાઈ પટેલના જણાવ્યાનુસાર પ્રકૃતિ પાસેથી લીધેલું ઋણ ચૂકવી શકાય એ માટે આ શ્રીમદ્ ભાગવત વૃક્ષકથાનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી સામાજિક, પર્યાવરણપ્રેમીઓ, ઉદ્યોગપતિઓ વગેરે જોડાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.