ડેરા મેનેજર રણજિત હત્યાકાંડમાં રામરહીમ નિર્દોષ જાહેર:હાઈકોર્ટે CBI કોર્ટનો નિર્ણય રદ કર્યો; પત્રકાર હત્યા કેસ, સાધ્વી રેપ કેસમાં જેલમાં જ રહેશે
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજિત સિંહની હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદા ચીફ રામરહીમને નિર્દોષ જાહેર કર્યો છે. CBI કોર્ટે રામરહીમ સહિત 5 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે CBI કોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે. રામરહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. તે 3 કેસમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. રણજિત હત્યાકેસ સિવાય, તેમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા અને સાધ્વીઓના યૌન શોષણનો કેસ સામેલ છે. તેને પત્રકારની હત્યામાં આજીવન કેદ અને યૌનશોષણના બે કેસમાં 10-10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં નિર્દોષ જાહેર થયા છતાં રામરહીમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. 22 વર્ષ પહેલાં હત્યા, 19 વર્ષ પછી સજા થઈ
કુરુક્ષેત્રના રહેવાસી ડેરા મેનેજર રણજિત સિંહની 10 જુલાઈ 2002ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસ થઈ પણ ડેરાને ક્લીનચીટ આપવામાં આવી. રણજિતનો પરિવાર સંતુષ્ટ નહોતો. પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજિત સિંહના પુત્ર જગસીર સિંહે જાન્યુઆરી 2003માં હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જોકે, શરૂઆતમાં આ કેસમાં રામરહીમનું નામ નહોતું, પરંતુ વર્ષ 2003માં સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ 2006માં રામરહીમના ડ્રાઈવર ખટ્ટા સિંહના નિવેદન પર ડેરા ચીફનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે 2007માં આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. 19 વર્ષ બાદ ઓક્ટોબર 2021માં ડેરા મુખી સહિત 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જે બાદ CBIએ તેને આજીવન કેદની સજા સંભળાવી હતી. સાધ્વીઓના યૌનશોષણના આરોપો લગાવવામાં આવ્યા હતા
રણજિત સિંહની હત્યાનો મામલો એક અનામી પત્ર સાથે જોડાયેલો છે, જેમાં કેમ્પમાં સાધ્વીઓના યૌનશોષણના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ તે પત્ર હતો જે તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીને મોકલવામાં આવ્યો હતો. સીબીઆઈએ દાવો કર્યો હતો કે ડેરાને શંકા છે કે રણજિત તેની બહેન પાસે સાધ્વીઓના યૌનશોષણ વિશે એક અનામી પત્ર લખાવ્યો હતો. આ પત્ર બાદમાં સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના અખબારમાં પ્રકાશિત કર્યો હતો. જે બાદ પત્રકાર રામચંદ્ર છત્રપતિની 24 ઓક્ટોબર 2002ના રોજ હત્યા કરવામાં આવી હતી. રામરહીમ છત્રપતિ હત્યાકેસમાં પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.