iPhone કરતાં મોંઘી મીઠાઈઓ:45,000ની બરફી, 30,000નો હલવો, ‘સ્વર્ણ ભસ્મ’, ‘ચાંદી ભસ્મ’ પાક રિંગ બોક્સમાં પેક થાય; સોના-ચાંદીની જેમ ભાવમાં પણ વધઘટ થાય છે - At This Time

iPhone કરતાં મોંઘી મીઠાઈઓ:45,000ની બરફી, 30,000નો હલવો, ‘સ્વર્ણ ભસ્મ’, ‘ચાંદી ભસ્મ’ પાક રિંગ બોક્સમાં પેક થાય; સોના-ચાંદીની જેમ ભાવમાં પણ વધઘટ થાય છે


શું તમે ક્યારેય સોના-ચાંદીથી બનેલી મીઠાઈઓ ખાધી છે? જો નહીં તો અમે તમને જયપુરના એ સ્થાન પર લઈ જઈશું, જ્યાં મળે છે રાજસ્થાનની સૌથી મોંઘી બરફી અને હલવો. આ દુકાન છે ગાંધીપથ પર સ્થિત સૌથી અનોખી મીઠાઈઓનું આઉટલેટ 'ત્યોહાર'. અહીં સોનામાંથી બનેલી મીઠાઈ 'સ્વર્ણ ભસ્મ પાક'ની એક કિલોની કિંમત iPhone-13 કરતાં પણ વધુ છે. એ જ રીતે ચાંદી ભસ્મ પાકની કિંમત પણ 30 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. આ આઉટલેટ શરૂ કરનાર અંજલિ જૈન એક સમયે આઈટી કંપની વિપ્રોમાં કામ કરતી હતી, પરંતુ ફૂડ પ્રત્યેના તેના લગાવને લીધે તેણે નોકરી છોડી દીધી. અંજલિ કહે છે- મારા સસરા 1989થી જયપુરમાં પ્રીમિયમ કેટરિંગ સર્વિસ ચલાવે છે. અમારી પ્રીમિયમ ક્વોલિટીની મીઠાઈઓ માત્ર લગ્નના ફંક્શનમાં જ નહીં, પણ હોળી-દિવાળી જેવા તહેવારોમાં પણ ખૂબ માગમાં હતી. ઓર્ડર મળ્યા પછી અમે અમારા ઘરેથી જ ઓર્ડર તૈયાર કરીને ઘરે પહોંચાડવાનું શરૂ કર્યું. આ માટે નામ રાખ્યુ 'ત્યોહાર' ગુણવત્તા અને ઉત્તમ સ્વાદને કારણે ધીમે ધીમે માગમાં વધારો થયો. આવી સ્થિતિમાં અમને વિચાર આવ્યો કે કેમ ન અમારું પોતાનું આઉટલેટ શરૂ કરીએ, જ્યાં રાજસ્થાનની સૌથી પ્રીમિયમ મીઠાઈઓ ઉપલબ્ધ હશે. આ વિચાર પર કામ કરીને અમે ગાંધીપથ, વૈશાલીનગર, જયપુર ખાતે 'ત્યોહાર' નામની દુકાન ખોલી. જ્યાં માત્ર મીઠાઈઓ જ નહીં, પરંતુ ખાવાની અનેક વેરાઇટી પણ લઇને આવ્યા. 'ત્યોહાર' નામ એટલા માટે રાખવામાં આવ્યું, કારણ કે રાજસ્થાન તેના તહેવારો માટે જાણીતું છે. તહેવાર દરમિયાન મીઠાઈની આપ-લે કરવાની પરંપરા પણ સદીઓ જૂની છે. આ થીમ પર અમે આઉટલેટ ખોલ્યું અને સ્વાદની સાથે ગુણવત્તા પર કામ કર્યું. દેશભરનાં વિવિધ શહેરોમાંથી શ્રેષ્ઠ કારીગરોને બોલાવ્યા. જે સ્વાદ રાજ્ય કે શહેરની વિશેષતા છે, ત્યાંના જ અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરાવી. બંગાળી મીઠાઈ માટે બંગાળથી કારીગરોને બોલાવ્યા. દિલ્હીની ચાટ પ્રખ્યાત છે, તેથી દિલ્હીથી નિષ્ણાત કારીગરોને બોલાવવામાં આવ્યા અને ચાટનું સંપૂર્ણ મેનુ તૈયાર કરવામાં આવ્યું. 6 મહિનાના રિસર્ચ બાદ સોના-ચાંદીની મીઠાઈઓ તૈયાર કરવામાં આવી અંજલિએ કહ્યું હતું કે હું મારા દીકરા પાર્શ્વ માટે એક ખાસ સ્વીટ તૈયાર કરવા માગતી હતી, જેનાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેના વિકાસમાં ફાયદો થાય. આવી સ્થિતિમાં મીઠાઈમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે એ જાણવા માટે મેં આયુર્વેદિક વસ્તુઓ પર સંશોધન શરૂ કર્યું. સોનામાંથી બનાવેલા સ્વર્ણ ભસ્મ અને ચાંદીમાંથી તૈયાર કરેલા ચાંદી ભસ્મ વિશે ઘણું વાંચવા મળ્યું. તેમની કૂલિંગ પ્રોપર્ટી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સાથે એ રોગપ્રતિકારક શક્તિ, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં વિચાર આવ્યો કે આમાંથી જ કંઈક બનાવવું જોઈએ. લગભગ 6 મહિના સુધી સંશોધન કર્યા પછી અમે આ રેસિપી તૈયાર કરી. દીકરાએ સૌપ્રથમ સુવર્ણ ભસ્મ પાક અને ચાંદી ભસ્મ દ્વારા તૈયાર કરેલો સ્વર્ણ ભસ્મ પાકનો સ્વાદ ચાખ્યો હતો. તેને ખૂબ જ ભાવ્યો. આ પછી ઘણા લોકો પાસેથી સમીક્ષાઓ લેવામાં આવી હતી. ઓછા સમયમાં સારાં પરિણામો જોવા મળ્યાં. પછી જ્યારે અમે આઉટલેટ શરૂ કર્યું ત્યારે અમારી પ્રીમિયમ ગુણવત્તાવાળી મીઠાઈઓની આ પહેલી ફ્લેવર હતી. સોના અને ચાંદીનું વરક જૈન મંદિરમાંથી લાવવામાં આવે છે અંજલિએ જણાવ્યું, લોકોમાં એક ગેરસમજ છે કે સોના અને ચાંદીનું વરક પ્રાણીઓની ચામડીમાંથી બને છે. હું જૈન ધર્મમાંથી આવી છું, અમારે ત્યાં વરકનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. કારણ છે કે ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે અમે જયપુરના જોહરી બજાર સ્થિત તપગચ્છ જૈન મંદિરમાંથી સોના અને ચાંદીના વરક મગાવીએ છીએ. દેશના વિવિધ વિસ્તારોથી આવે છે રો-મટીરિયલ કો-ફાઉન્ડર કુણાલ જૈને જણાવ્યું હતું કે તેમણે આ મીઠાઈમાં વપરાતા રો મટીરિયલ માટે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ શોધ કરી હતી. તુર્કી, લંડન, સ્પેન અને ઈરાન ગયા અને મસાલા, કેસર અને ડ્રાયફ્રૂટ્સની દરેક ગુણવત્તાની ચકાસણી કરી. અંતે કાશ્મીરમાંથી કેસર, અફઘાનિસ્તાનમાંથી મમરા બદામ અને હિમાચલ પ્રદેશનાં પ્રમાણિત કેન્દ્રોમાંથી પાઈન નટ્સ મગાવવાનું શરૂ કર્યું. કેવી રીતે તૈયાર થાય છે રાજસ્થાનની સૌથી મોંઘી મીઠાઈ? બંને મીઠાઈ આઉટલેટ પર ચક્કી એટલે કે બરફીના આકારમાં સર્વ કરવામાં આવે છે, પરંતુ આ મીઠાઈને રાંધવાની રીત હલવા જેવી છે. આ કારણોસર બંને મીઠાઈનાં નામમાં પણ પાકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોના-ચાંદીની જેમ જ ભાવ વધે છે અને ઘટે છે અંજલિએ જણાવ્યું હતું કે સોનાનાં ભસ્મમાંથી બનેલી મીઠાઈના એક ટુકડાની કિંમત 1550 રૂપિયા છે. એક કિલો મીઠાઈમાં લગભગ 40 નંગ હોય છે, તેથી એક કિલો મીઠાઈની કિંમત 45,000 રૂપિયા રાખવામાં આવી છે. ચાંદીની ભસ્મમાંથી બનેલી એક કિલો મીઠાઈની કિંમત લગભગ 30 હજાર રૂપિયા છે. જોકે આ મીઠાઈના ભાવ પણ સોના-ચાંદીની જેમ વધે છે અને ઘટે છે, કારણ કે એમાં મૂકવામાં આવેલા પ્રીમિયમ ઘટકો સોના અને ચાંદીના છે, જેની કિંમતો દરરોજ ઉપર અને નીચે જાય છે. અત્યારે સોનું અને ચાંદી ઓલટાઈમ હાઈ છે. આવી સ્થિતિમાં એક કિલો સોનાની રાખની મીઠાઈની કિંમત 45 હજાર રૂપિયાથી વધુ છે. જ્વેલરી બોક્સમાં પેક કરેલી મીઠાઈઓ અપાય છે અંજલિએ જણાવ્યું હતું કે સોના અને ચાંદીની મીઠાઈ જેટલી પ્રીમિયમ છે એના બોક્સને પણ એટલું જ પ્રીમિયમ રાખવામાં આવ્યું છે. આ સ્વીટ માત્ર જ્વેલરી બોક્સમાં જ ડિલિવરી કરવામાં આવે છે. સોના-ચાંદીના દાગીનાના બોક્સ બનાવનાર વિક્રેતા પાસેથી ખાસ બોક્સ તૈયાર કરવામાં આવ્યાં છે. જેઓ આ મીઠાઈનો સ્વાદ ચાખવા માગતા હોય તેમના માટે સિંગલ પીસ પણ ઓફર કરવામાં આવે છે. રિંગ જ્વેલરી રાખવા માટે નાના બોક્સમાં સિંગલ પીસ પણ આપવામાં આવે છે. 'ત્યોહાર' માટે નોકરી છોડી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંજલિ જૈને પોતાની કારકિર્દીની શરૂઆત વિપ્રોમાં નોકરી સાથે કરી હતી. પતિ કુણાલ જૈન અને સસરા અતુલ પટોરિયાનો પહેલેથી જ કેટરિંગનો બિઝનેસ હતો. આવી સ્થિતિમાં તેણે નોકરી છોડી દીધી અને 2020માં પ્રીમિયમ કેટરિંગના પારિવારિક વ્યવસાયમાં જોડાઇ. કામને આગળ ધપાવવાની સાથે તેણે ઇવેન્ટનું કામ પણ જોવાનું શરૂ કર્યું. હવે પ્રીમિયમ મીઠાઈઓ માટે 'Tyohar' નામનું આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે. અંજલિ પોતે કંપનીના સ્થાપક છે અને તેના પતિ કુણાલ જૈન સહ-સ્થાપક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.