વડોદરા: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ઇમારતોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે
વડોદરા,તા.28 જુલાઈ 2022,ગુરૂવારવડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. સ્માર્ટ સિટીના વિવિધ વિકાસકાર્ય સંદર્ભે ચર્ચા વિચારણા અને નિર્ણય હેતું સમયાંતરે સ્માર્ટ સિટીની બેઠક મળતી હોય છે. સોમવારે અને મંગળવારે પણ સ્માર્ટ સિટીની બેઠક મળવા પામી હતી. મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ, ચીફ ફાઇનાન્સ ઓફિસર, સીટી એન્જિનિયર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ખાસ કરીને સરકારી ઇમારતો ઉપર રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ સુવેઝ પંપિંગ અપગ્રેડેશનનું આયોજન ત્રણ તબક્કામાં હાથ ધરાયું છે. પ્રથમ અને દ્વિતીય બાદ આજે ત્રીજા તબક્કાના કામને મંજૂરી આપી છે. આ ઉપરાંત સ્માર્ટ સિટીના પેન્ડિંગ વર્ક ઓર્ડરને પણ લીલીઝંડી આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.