આવ... રે... વરસાદ:કેરળમાં વરસાદે પગલાં પાડ્યાં, દેશમાં ચોમાસાની એન્ટ્રી; ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા - At This Time

આવ… રે… વરસાદ:કેરળમાં વરસાદે પગલાં પાડ્યાં, દેશમાં ચોમાસાની એન્ટ્રી; ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા


કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની રાહનો અંત આવ્યો છે. ગુરુવારે કેરળના તટ સહિત ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા (2024)નું આગમન થયું છે. ખાસ વાત એ છે કે ભારતીય હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા ચોમાસું કેરળ પહોંચી ગયું છે. વિભાગે અગાઉ 31 મેની આગાહી કરી હતી. જ્યારે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. રેમલને કારણે ચોમાસું વહેલું
ચોમાસાના વહેલા પ્રવેશ માટે ચક્રવાત રેમલને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ચોમાસું સામાન્ય રીતે ઉત્તરપૂર્વમાં 5 જૂન સુધીમાં આવે છે. ગુજરાતમાં રાહત ક્યારે પહોંચશે?
હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે જૂનના અંત સુધીમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે. ચોમાસું સામાન્ય રીતે 27 જૂનની આસપાસ રાજધાનીમાં પહોંચે છે. અહીં, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. બિહારમાં ચોમાસું સમયસર પહોંચે તેવી શક્યતાઓ છે. દેશભરમાંથી ઉનાળાની તસવીરો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.