ધાર્મિક પ્રસંગની આડમાં ચાલતા જુગારધામ પર દરોડો : 16 પકડાયાં
ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડા ગામમાંએલસીબીએ ૫.૭૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો ઃ ત્રણ
મુખ્યસુત્રધારની શોધખોળગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડા ગામમાં ધાર્મિક પ્રસંગની
આડમાં ધમધમતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડીને ૧૬ જુગારીઓને ઝડપી પાડયા હતા
જેમની પાસેથી રોકડ અને મોબાઇલ મળીને ૫.૭૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં
આવ્યો હતો. ધાર્મિક પ્રસંગના ઓથા હેઠળ જુગારધામ ચલાવતા ત્રણ મુખ્ય સુત્રધારની
શોધખોળ શરૃ કરવામાં આવી છે.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી જુગારની બદી
વધી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી
હતી કે,ડભોડા
વિસ્તારમાં ચાવડાનગર તરફ જતા રોડ ઉપર કિરણજી સુરસંગજી સોલંકીના મકાનના ધાબા ઉપર
જુગારધામ ચાલી રહ્યું છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતા જુગારીઓમાં
નાશભાગ મચી ગઇ હતી આ સ્થળેથી પોલીસે નિકોલ અમદાવાદમાં રહેતા સચિન દિલીપભાઇ પટેલ , નીતિન દિનેશજી
ઠાકોર, નાના
ચિલોડાના આશિષ સુરેશભાઇ યાદવ,
કોલવડા પગીવાસમાં રહેતા ચેતનજી ઉર્ફે
બિલ્લો બાબુજી ઠાકોર, વેજલપુરના
ગોપાલ કેસાજી ઠાકોર, મેલાજી
જવાનજી ઠાકોર, પાલુન્દ્રા
દહેગામના લાલસિંહ પ્રતાપસિંહ ચૌહાણ,
ડભોડાના જયઅંબે ફાર્મમાં રહેતા દર્શન જગદીશભાઇ પટેલ, ચાવડાનગરના
રણજીતજી ગાભુજી ચાવડા, દહેગામ
બ્રહ્માણીવાસના દિલીપ અમૃતલાલ પઢાર,
વડોદરા ગામના મહોબતસિંહ ચહેરાજી ઠાકોર ,
સોનારડાના મોનાજી લાલાજી ઠાકોર,
ડભોડા કુંડીવાળો વાસના ભરતજી નટવરજી ઠાકોર, લાલસિંહ સનાજી ઠાકોર,
દહેગામ હરસોલીના ગોપાલજી કેસરીસિંહ ચૌહાણ, ડભોડા મુવાડીવાસના પરબતજી બબાજી પરમારને ઝડપી લીધા હતા.આ
જુગારીઓ પાસેથી ૪.૬ લાખ રૃપિયાની રોકડ તથા મોબાઇલ મળીને ૫.૭૪ લાખનો મુદ્દામાલ
કબ્જે કરવામાં આવ્યો છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ માતાજીની જાતર કરીને જુગારધામ
ચલાવાતું
ગાંધીનગર નજીક ડભોડા ગામમાંથી એલસીબીએ જુગારધામ ઝડપી પાડયું
હતું જેને ડભોડા ગામમાં રહેતા દિનેશ ઉર્ફે દિનશા અંબાલાલ ઠાકોર, કિરણજી સોસંગજી
સોલંકી અને કોલવડાના દસરથજી પુંજાજી ઠાકોર ચલાવતા હતો જિલ્લામાં અલગ અલગ સ્થળોએ આ
ટોળકી માતાજીની જાતરના નામે લોકોને ભેગા કરતા હતા અને ભક્તો પાઠમાં વ્યસ્ત હોય
ત્યારે મકાનના ધાબા ઉપર જુગારધામ ચલાવીને બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડવામાં
આવતો હતો. પોલીસે આ ત્રણેય મુખ્ય સુત્રધારની શોધખોળ શરૃ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.