'ચા અને બિસ્કિટ મારા તરફથી':સંસદમાં ચક્રવ્યૂહના ભાષણને લઈ રાહુલે કહ્યું- મારી વિરુદ્ધ EDના દરોડાની યોજના, હું રાહ જોઈશ...! - At This Time

‘ચા અને બિસ્કિટ મારા તરફથી’:સંસદમાં ચક્રવ્યૂહના ભાષણને લઈ રાહુલે કહ્યું- મારી વિરુદ્ધ EDના દરોડાની યોજના, હું રાહ જોઈશ…!


વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડાની યોજના બનાવવામાં આવી રહી છે. રાહુલે ગુરુવારે મોડી રાત્રે 1:52 વાગ્યે X પર કરેલી પોસ્ટમાં આ દાવો કર્યો હતો. તેમણે લખ્યું કે ટુ-ઈન-1ને સંસદમાં મારું ચક્રવ્યૂહ ભાષણ પસંદ ન આવ્યું. EDનાં આંતરિક સૂત્રોએ મને કહ્યું કે મારી વિરુદ્ધ દરોડા પાડવાની યોજના ઘડાઇ રહી છે. હું ખુલ્લા હાથે ED અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું. ચા અને બિસ્કિટ મારા તરફથી. રાહુલે કહ્યું- 6 લોકો દેશને ચક્રવ્યૂહમાં ફસાવી રહ્યા છે
રાહુલે 29 જુલાઈએ સંસદના સત્ર દરમિયાન બજેટ 2024-25 પર લોકસભામાં ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે બજેટની સરખામણી મહાભારતના ચક્રવ્યૂહ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, છ લોકોનું એક જૂથ આખા દેશને ચક્રવ્યૂહમાં ફસાવી રહ્યું છે. આ 6 લોકોમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અદાણી અને અંબાણી છે. રાહુલે કહ્યું હતું કે, હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં અભિમન્યુને 6 લોકોએ ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યૂહનું બીજું નામ પદ્મવ્યું છે, જે કમળના ફૂલના આકારમાં છે. તેની અંદર ભય અને હિંસા છે. 21મી સદીમાં એક નવું 'ચક્રવ્યૂહ' બન્યું છે, તે પણ કમળના ફૂલના રૂપમાં. વડાપ્રધાન આ પ્રતીકને પોતાની છાતી પર ધારણ કરે છે. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. રાહુલે કહ્યું- જાતિ ગણતરી દ્વારા આ ચક્રવ્યૂહ તૂટી જશે
રાહુલે કહ્યું- આ ચક્રવ્યૂહથી કરોડો લોકોને નુકસાન થઈ રહ્યું છે. અમે તેને તોડવા જઈ રહ્યા છીએ. આ ગૃહમાં અમે તમને પાસ કરીને બતાવશું. જાતીય જનગણનાથી આ ચક્રવ્યૂહ તૂટી જશે. અમે આ કામ પૂરી તાકાતથી કરીશું. કોંગ્રેસ સાંસદે કહ્યું- અમે એવી વ્યક્તિ ઇચ્છતા હતા જે ફૂડ પ્રોવાઇડર હોય અને સરકાર પાસેથી MSPની માગ કરી રહ્યો હોય. અમને લાગ્યું કે જો સરકારે બજેટમાં આ માટે જોગવાઈ કરી હોત તો ચક્રવ્યૂહમાં અટવાયેલા ખેડૂતો બહાર નીકળી શક્યા હોત. જો તમે તેમ નહીં કરો તો હું અહીં ઈન્ડિયા બ્લોક વતી ખાતરી આપું છું કે અમે તેને આ ગૃહમાં પસાર કરીશું અને તમને આપીશું. રાહુલના ભાષણ દરમિયાન સીતારમણ માથું પકડતા જોવા મળ્યાં... રાહુલે લોકસભામાં કુલ 46 મિનિટનું ભાષણ આપ્યું હતું. આમાં તેણે ચાર વખત અદાણી-અંબાણીનું નામ લીધું અને બે વખત મોં પર આંગળી ચીંધી. સ્પીકરે રાહુલને તેમના ભાષણ દરમિયાન 4 વખત અટકાવ્યા હતા. જ્યારે રાહુલે હલવા સમારોહનું પોસ્ટર લહેરાવ્યું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું માથું પકડી રાખ્યું હતું. સંસદમાં રાહુલના ભાષણના વિગતવાર સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.