રાહુલે કહ્યું- કોંગ્રેસના નેતા સિંહ, RSSમાં તાકાત નથી:આ લોકો મને જોઈને છુપાઈ જાય છે; હું ભાજપ, મોદીને નફરત કરતો નથી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હરિયાણા વિજય સંકલ્પ યાત્રા બીજા દિવસે પણ ચાલુ છે. સવારે લગભગ 11.30 વાગ્યે ઝજ્જરના બહાદુરગઢથી યાત્રા શરૂ થઈ હતી. જે સોનીપતના 5 સર્કલને કવર કરીને સાંજ સુધીમાં ગોહાના પહોંચશે. દરમિયાન રાહુલે સોનીપતમાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ સિંહ છે પરંતુ RSSમાં તાકાત નથી. આ લોકો મને જોઈને સંતાઈ જાય છે. હું લોકસભામાં ભાષણ આપું છું ત્યારે પણ પીએમ નરેન્દ્ર મોદી નીકળી જાય છે. હું ભાજપને નફરત કરતો નથી. રાહુલે પીએમ મોદીને હરિયાણાના લોકોને જણાવવા કહ્યું કે ગુજરાતમાં અદાણી પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી. રાહુલ ગાંધીએ હરિયાણામાં ભાજપ સરકારના પરિવાર પહેચાન પત્ર (પીપીપી)ને પરિવાર પરેશાન પત્ર ગણાવ્યું હતું. ગઈકાલે (30 સપ્ટેમ્બર) રાહુલ ગાંધીની યાત્રા અંબાલાના નારાયણગઢથી શરૂ થઈ હતી અને કુરુક્ષેત્રના થાનેસરમાં સમાપ્ત થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.