રાહુલે બુલડોઝરની કાર્યવાહી પર SCની ટિપ્પણીની પ્રશંસા કરી:કહ્યું- ભાજપ બુલડોઝરની નીતિ પર ઉઘાડી પડી, દેશ સત્તાના ચાબુકથી નહીં, બંધારણથી ચાલશે
લોકસભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ બુલડોઝર એક્શન કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે માનવતા અને ન્યાયને બુલડોઝર નીચે કચડી નાખનાર ભાજપનો બંધારણ વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું દેશ સત્તાના ચાબુકથી નહીં, બાબા સાહેબના બંધારણથી ચાલશે. વાસ્તવમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં દેશભરમાં આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ માત્ર આરોપી હોય તો સંપત્તિ તોડવાની કાર્યવાહી કેવી રીતે થઈ શકે? જસ્ટિસ વિશ્વનાથન અને બીઆર ગવઈની બેન્ચે કહ્યું, "જો કોઈ દોષિત હોય તો પણ આવી કાર્યવાહી કરી શકાય નહીં." બુલડોઝર એક્શન પર કોર્ટની ટિપ્પણી, કેન્દ્રનો જવાબ "અમે અહીં ગેરકાયદે અતિક્રમણની વાત નથી કરતા. આ કેસ સાથે સંબંધિત પાર્ટીઓ સૂચન આપે. અમે સમગ્ર દેશ માટે ગાઇડલાઇન જારી કરી શકીએ છીએ- સુપ્રીમ કોર્ટ" "કોઈનો દીકરો આરોપી હોઈ શકે, પણ આ આધારે બાપનું ઘર તોડી પાડવાનું! આ યોગ્ય કાર્યવાહી નથી- સુપ્રીમ કોર્ટ" "કોઈપણ આરોપીની મિલકત એટલા માટે નથી તોડી પાડવામાં આવી, કારણ કે તેણે ગુનો કર્યો. આરોપીઓના ગેરકાયદે કબજા સામે મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે- કેન્દ્ર સરકાર" અરજીમાં આક્ષેપોઃ પીડિતોને બચવાની તક આપવામાં આવી ન હતી
જમિયતના વકીલ ફારૂક રશીદનું કહેવું છે કે રાજ્ય સરકારો લઘુમતીઓને હેરાન કરવા અને ડરાવવા માટે ઘરો અને મિલકતો પર બુલડોઝરની કાર્યવાહીને પ્રોત્સાહન આપી રહી છે. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારોએ પીડિતોને પોતાનો બચાવ કરવાની તક આપી નથી. ઉલટાનું, કાનૂની પ્રક્રિયાની રાહ જોયા વિના, પીડિતોના ઘરોને સજા તરીકે તરત જ બુલડોઝ કરવામાં આવ્યા હતા. ત્રણ રાજ્ય, જ્યાં છેલ્લા 3 મહિનામાં બુલડોઝરની કાર્યવાહી થઈ ઓગસ્ટ 2024: મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપીના ઘરે કાર્યવાહી
21 ઓગસ્ટે મધ્યપ્રદેશના છતરપુરના કોતવાલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યાના 24 કલાકની અંદર સરકારે 20 હજાર ચોરસ ફૂટમાં બનેલી 20 કરોડ રૂપિયાની ત્રણ માળની હવેલી જમીનદોસ્ત કરી દીધી હતી. જ્યારે હવેલી તોડી પાડવામાં આવી રહી હતી ત્યારે પણ તેમના પરિવારનો કોઈ સભ્ય અહીં હાજર નહોતો. FIR મુજબ ચારેય ભાઈએ ટોળાને પોલીસ પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. ઓગસ્ટ 2024: રાજસ્થાનના ઉદયપુરમાં બે વિદ્યાર્થીને ચાકુ માર્યા બાદ આરોપીના ઘર પર ચાલ્યું બુલડોઝર
ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીએ બીજાને ચાકુ મારીને ઇજા પહોંચાડી હતી. આ પછી સમગ્ર શહેરમાં આગચંપી અને હિંસક પ્રદર્શનો થયાં. 17 ઓગસ્ટે આરોપી વિદ્યાર્થીના ઘરે બુલડોઝરની કાર્યવાહી થઈ. અગાઉ સરકારની સૂચનાથી વન વિભાગે આરોપીના પિતા સલીમ શેખને ગેરકાયદે વસાહતમાં બનેલું મકાન ખાલી કરવા નોટિસ આપી હતી. જૂન 2024: ઉત્તરપ્રદેશના મુરાદાબાદ અને બલિયામાં 2 આરોપીની 6 મિલકત તોડી પાડી
મુરાદાબાદમાં એક પરિણીત મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કરનારી વ્યક્તિના ઘર પર બુલડોઝર ચલાવાયું હતું. અપહરણનો વિરોધ કરી રહેલાં મહિલાનાં માતા-પિતા અને ભાઈને આરોપીઓએ ગોળી મારી દીધી હતી. એ જ સમયે બરેલીમાં રોટલીના વિવાદમાં એક યુવકને માર મારનાર હોટલમાલિક જિશાનની હોટલ જમીનદોસ્ત કરી દેવાઈ હતી. સનીનો જન્મદિવસ 26 જૂને હતો. સનીએ મશાલ હોટલના માલિક જિશાનને 150 રોટલીનો ઓર્ડર આપ્યો હતો. જિશાને માત્ર 50 રોટલી આપી અને 100 રોટલી આપવાની ના પાડી. વિવાદ વધતાં જિશાને તેના સાગરીતો સાથે મળીને સનીને માર મારી હત્યા કરી નાખી. આ પણ વાંચો
બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમે બુલડોઝર ફેરવ્યું:કડક શબ્દોમાં કહ્યું- 'કોઈ દોષિત હોય તોપણ ઘર ન તોડી શકાય', ગાઇડલાઇન બહાર પાડશે સુપ્રીમ કોર્ટમાં સોમવારે દેશભરમાં આરોપીઓ સામે બુલડોઝર કાર્યવાહી પર સુનાવણી હાથ ધરાઈ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ માત્ર આરોપી હોય તો પ્રોપર્ટી તોડવાની કાર્યવાહી કેવી રીતે થઈ શકે? જસ્ટિસ વિશ્વનાથન અને બીઆર ગવઈની બેન્ચે કહ્યું, "જો કોઈ દોષિત હોય તોપણ આવી કાર્યવાહી કરી શકાય નહીં." વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.