મોદીની 56 ઇંચની છાતી હવે ઈતિહાસ:તેમના વિચારો, ભગવાન સાથે સીધો સંબંધ આ બધું જૂનું થયું, રાહુલ ગાંધીએ USમાં PM પર કર્યો પ્રહાર - At This Time

મોદીની 56 ઇંચની છાતી હવે ઈતિહાસ:તેમના વિચારો, ભગવાન સાથે સીધો સંબંધ આ બધું જૂનું થયું, રાહુલ ગાંધીએ USમાં PM પર કર્યો પ્રહાર


રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ કંઈક બદલાયું છે. હવે ડર લાગતો નથી. ભય દૂર થઈ ગયો છે. ભાજપ અને વડાપ્રધાન મોદીએ આટલો ડર ફેલાવ્યો, નાના વેપારીઓ પર એજન્સીઓનું દબાણ ઊભું કર્યું, આ બધું જ સેકન્ડમાં ગાયબ થઈ ગયું. તેમણે કહ્યું, 'તેમને આ ભય ફેલાવવામાં વર્ષો લાગ્યાં અને તે થોડીક સેકન્ડમાં ગાયબ થઈ ગયો. સંસદમાં હું વડાપ્રધાનની સામે જોઉં છું. હું તમને કહી શકું છું કે મોદીના વિચારો, 56 ઇંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ, આ બધું હવે પૂરું થઈ ગયું છે, આ બધું હવે ઈતિહાસ બની ગયો છે. રાહુલ ગાંધીએ વર્જિનિયાના હર્નડનમાં ભારતીય સમુદાયના લોકો સાથે ચર્ચા દરમિયાન આ બધી વાતો કહી. કોંગ્રેસના નેતા 3 દિવસની અમેરિકાની મુલાકાતે છે. બીજા દિવસે, મંગળવારે તે વોશિંગ્ટન પહોંચ્યા. વિપક્ષના નેતા તરીકે આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે. આ પહેલાં રવિવારે તેઓ અમેરિકાના ટેક્સાસ ગયા હતા. જ્યાં એરપોર્ટ પર પહોંચતા જ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સભ્યો અને એનઆરઆઈ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલના ભાષણની 3 મોટી વાતો... જ્યોર્જટાઉન યુનિવર્સિટીના ભાષણની 3 વાતો અનામત ખતમ કરવાનો હજી યોગ્ય સમય નથીઃ 'અનામત ખતમ કરવા અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય હશે ત્યારે અનામત સમાપ્ત કરવા અંગે વિચારશે, અત્યારે એવું નથી. જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ છો, ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને લગભગ એટલી જ રકમ મળે છે.
ખરેખરમાં એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસી, દલિત નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોચના 200માંથી એક OBC છે, જ્યારે તેઓ ભારતમાં 50% છે, પરંતુ અમે આ બીમારીનો ઈલાજ કરી રહ્યા નથી. જાતિની વસ્તી ગણતરી જરૂરીઃ ભારતના દલિતો, ઓબીસી અને આદિવાસીઓને તેમના અધિકારો નથી મળી રહ્યા. દેશની 90% વસ્તી ધરાવતા OBC, દલિત અને આદિવાસીઓ આમાં નથી. નીચલી જાતિઓ, પછાત જાતિઓ અને દલિતો કઈ સ્થિતિમાં છે તે જાણવા માટે જાતિ ગણતરી એ એક સરળ રીત છે. ટોપ 200 બિઝનેસમેનોની યાદી જુઓ. 90% લોકોનું ક્યાંય કોઈ સ્થાન નથી. જુઓ, દેશની સર્વોચ્ચ અદાલતમાં જુઓ, તેમની કોઈ ભાગીદારી નથી. મીડિયામાં જુઓ, ત્યાં કોઈ નીચલી જાતિ, ઓબીસી, દલિત નથી. અમે અગાઉ ગઠબંધન ચલાવ્યું છે: અમારું ગઠબંધન (I.N.D.I.A.) તે વાત પર સંમત છે કે ભારતનું બંધારણ સુરક્ષિત હોવું જોઈએ. આપણામાંના મોટાભાગના લોકો જાતિ ગણતરીના વિચાર પર સહમત છે, ભારતનો બિઝનેસ ફક્ત બે ઉદ્યોગપતિ અદાણી અને અંબાણી દ્વારા ચલાવી શકાય નહીં. અમે વારંવાર ગઠબંધન સરકારો ચલાવી છે જે સફળ રહી છે. અમને ખાતરી છે કે અમે તે ફરીથી કરી શકીએ છીએ. આ ભાજપનું ગઠબંધન નથી. I.N.D.I.A.નું ગઠબંધન છે. ગઠબંધનનો સમગ્ર વિચાર લોકોને જણાવવાનો હતો કે ભારત પર હુમલો થઈ રહ્યો છે અને તે ખૂબ જ સફળ રહ્યો. જો નિષ્પક્ષ ચૂંટણી થઈ હોત તો ભાજપ 246ની નજીક પહોંચી શક્યું ન હોત: 'ચૂંટણી પહેલાં અમે આગ્રહ રાખતા હતા કે સંસ્થાઓ કબજે કરવામાં આવી છે. RSSએ શિક્ષણ વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે. મીડિયા અને તપાસ એજન્સીઓ પર તેમનું નિયંત્રણ છે. અમે આમ કહેતા રહ્યા, પરંતુ લોકો તેને સમજતા ન હતા. આ પછી મેં બંધારણને આગળ રાખવાનું શરૂ કર્યું અને મેં જે કહ્યું તે અચાનક થયું. ગરીબ ભારત, પછાત ભારત જે સમજે છે કે બંધારણ ખતમ થઈ જશે તો આખી ગેમ ખતમ થઈ જશે. લોકો સમજી ગયા કે આ બંધારણની રક્ષા કરનારાઓ અને તેને નષ્ટ કરવા માંગતા લોકો વચ્ચેની લડાઈ છે. જાતિ ગણતરીનો મુદ્દો પણ મોટો બન્યો. 'જો નિષ્પક્ષ ચૂંટણી થઈ હોત તો મને નથી લાગતું કે ભાજપ 246ની નજીક પહોંચી શક્યું હોત. રાહુલે ટેક્સાસમાં કહ્યું- ભારતમાં દરેક વસ્તુ ચીનમાં બનેલી છે
સોમવારે તેમણે અહીં બે કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સૌ પ્રથમ, તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે ભારતીય રાજનીતિ, અર્થતંત્ર અને ભારત જોડો યાત્રા સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. આ પછી રાહુલ ગાંધીએ ડલાસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. ટેક્સાસમાં બોલતા રાહુલે કહ્યું કે ભારતમાં દરેક વસ્તુ મેડ ઇન ચાઇના છે. ભારતમાં રોજગારની સમસ્યા છે. આ કારણ છે કે અમે ઉત્પાદન પર ધ્યાન આપ્યું નથી. ભારતમાં દરેક વસ્તુ ચીનમાં બને છે. ચીને ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેથી ચીનમાં રોજગારની કોઈ સમસ્યા નથી. ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે તેઓ મહિલાઓને ઘરમાં રાખવા માગે છે. રાહુલે કહ્યું કે આરએસએસને લાગે છે કે ભારત એક વિચારથી બનેલું છે, જ્યારે અમને લાગે છે કે ભારત ઘણા વિચારોથી બનેલું છે. તેમણે એમ પણ કહ્યું કે લોકો સમજી ગયા છે કે ભાજપ આપણી પરંપરા, ભાષા, રાજ્યો અને આપણા ઈતિહાસ પર હુમલો કરી રહી છે. રાહુલે કહ્યું કે ચૂંટણી બાદ લોકોનો ભાજપથી ડર દૂર થઈ ગયો છે. છેલ્લાં 5 વર્ષમાં રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓ વિવાદાસ્પદ રહી હતી. આ પણ વાંચો
રાહુલ પાસે વિઝન છે, તે પપ્પુ નથી- પિત્રોડા: બધું જ મેડ ઈન ચાઈના છે, એટલે ભારતમાં રોજગારની સમસ્યા છે, રાહુલે અમેરિકામાં પુછાયેલા 7 સવાલોનો આપ્યો જડબાતોડ જવાબ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે રવિવારે ટેક્સાસના ડલ્લાસ પહોંચ્યા હતા. અહીં તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે ભારતના રાજકારણ, અર્થતંત્ર, ભારત જોડો યાત્રા વિશે વાત કરી હતી. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.