રાહુલે કહ્યું- મોદી NEET પર ચર્ચા કરે:સંસદમાંથી વિદ્યાર્થીઓને પોઝિટિવ મેસેજ મળવો જોઈએ; હોબાળા બાદ લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત
શુક્રવારે (28 જૂન) સંસદ સત્રનો પાંચમો દિવસ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ, પરંતુ કાર્યવાહી શરૂ થયાની 15 મિનિટમાં જ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષ NEET પર ચર્ચાની માંગણી સાથે સ્થગિત દરખાસ્ત લાવ્યો હતો. જેના પર લોકસભાના સ્પીકરે કહ્યું કે નિયમો અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ દરમિયાન સ્થગિત પ્રસ્તાવ લાવવામાં આવતો નથી. બીજી તરફ, સંસદમાં જતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું, 'હું પીએમને વિનંતી કરું છું કે તેઓ NEET મુદ્દે ચર્ચા કરે. દેશના યુવાનો નર્વસ છે. તેઓ જાણતા નથી કે શું થવાનું છે. સંસદમાંથી એ મેસેજ જવો જોઈએ કે સરકાર અને વિપક્ષ તેમની ચિંતાઓને લઇને એકસાથે છે. રાજ્યસભામાં કાર્યવાહી ચાલી રહી છે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ 24 જૂનથી શરૂ થયેલું સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. પીએમ મોદી 3 જુલાઈએ રાજ્યસભામાં સવાલનો જવાબ આપી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.