સ્મૃતિ ઈરાની સહિત 19 કેન્દ્રીય મંત્રી હાર્યા:કંગના રનૌત- TVના રામ અરુણ ગોવિલ જીત્યા, પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ 8.21 લાખ મતથી જીત્યા - At This Time

સ્મૃતિ ઈરાની સહિત 19 કેન્દ્રીય મંત્રી હાર્યા:કંગના રનૌત- TVના રામ અરુણ ગોવિલ જીત્યા, પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ 8.21 લાખ મતથી જીત્યા


દેશમાં 18મી લોકસભા ચૂંટણીમાં NDAને 291 અને I.N.D.I.A.ને 234 સીટ મળી છે. વારાણસીથી PM મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને 1.52 લાખ મતથી હરાવ્યા છે. ત્યાં જ, વાયનાડ અને રાયબરેલી બંને જ સીટથી રાહુલ ગાંધી જીતી ગયા છે. તેમને બંને જ જગ્યાએ 6 લાખથી વધારે મત મળ્યા છે. ચૂંટણીમાં 50માંથી 19 કેન્દ્રીય મંત્રી હારી ગયા છે. અમેઠીથી ભાજપની સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના કિશોરીલાલ શર્માએ 1.67 લાખ મતથી હરાવ્યા છે. આ સિવાય તિરુવનંતપુરમથી શશિ થરૂરે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને 16 હજાર મતથી હરાવ્યા છે. લખીમપુર ખીરીથી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને સપાના ઉત્કર્ષ વર્માએ 34 હજાર મતથી હરાવી દીધા છે. તેમના દીકરા આશિષ ટેનીએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ઉપર ગાડી ચલાવી દીધી હતી. જેમાં 8 ખેડૂતોનાં મોત થયાં હતાં. 13માંથી 5 પૂર્વ મુખ્યમંત્રી હારી ગયા. તેમાં દિગ્વિજય સિંહ, ભૂપેશ બધેલ, અર્જુન મુંડા, મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા છે. MPની વિદિશામાં પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ 8.21 લાખ મતથી જીત્યા છે. 14માંથી 3 સેલિબ્રિટીને ચૂંટણીમાં હાર મળી છે. ત્યાં જ, ભાજપ કેન્ડિડેટ કંગના રનૌત મંડી સીટથી જીતી ગઈ છે. UPની મેરઠ સીટથી ભાજપ ઉમેદવાર અરુણ ગોવિલને જીત મળી છે. નીચે ગ્રાફિક્સમાં જુઓ ચૂંટણીના મુખ્ય ચહેરા કેટલા મતથી જીત્યા અથવા હાર્યા 14 હસ્તીઓ પર નજર રાખવા માટે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.