રાહુલે સીવેલા ચંપલની મોં માગી કિંમત:મોચીએ કહ્યું- એક વ્યક્તિએ થેલો ભરીને પૈસા આપવાની ઓફર કરી; જાણો રામચૈતે જૂતાનું શું કર્યું?
રાહુલ ગાંધી 26 જુલાઈએ યુપીના સુલતાનપુર ગયા હતા. અહીં તેઓ રસ્તામાં એક મોચીની દુકાન પર રોકાયા અને ચંપલ અને જૂતાને રિપેર કર્યા. હવે આ ચંપલની મોં માગી કિંમત મળી રહી છે. જોકે, મોચી રામચૈત તેને વેચવા તૈયાર નથી. રામચૈતે કહ્યું- ચંપલ માટે 1 લાખ રૂપિયા સુધીની ઓફર મળી છે. એક વ્યક્તિએ તો ફોન પર કહ્યું કે બેગ ભરીને પૈસા આપીશ. અહીં રાહુલે રામચૈતને સિલાઈ મશીન ગિફ્ટ કર્યું અને તેમને ફોન પર કર્યો. પૂછ્યું- બધું બરાબર છે ને કોઇ તકલીફ તો નથી આવી રહી ને. ફોન આવ્યા બાદ રામચૈતનો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેઓ કહે છે- હવે અમે રાહુલની પાર્ટીને સમર્થન કરીશું. જ્યારથી રાહુલ રામચૈતની દુકાનથી ગયા છે, ત્યારથી તેમની લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. તેમની કુરેભારના વિધાયકનગર ચાર રસ્તા પાસે નાની એવી દુકાન (ગલ્લો) છે. હવે ક્યારેક વહીવટી અધિકારી, કર્મચારીઓ તો ક્યારેક ગામના લોકો તેમને ઘેરી લે છે. ભાસ્કર રામચૈતના ગામ-દુકાન પર પહોંચ્યું અને તેમની દિનચર્યા કેટલી બદલાઈ છે, જાણવાનો પ્રયાસ કર્યો. વાંચો સંપૂર્ણ રિપોર્ટ... જુઓ 3 ફોટા... હવે જાણો રામચૈતે ચંપલ અને જૂતાનું શું કર્યું? લોકો કહે છે- ચંપલ વેચી દો
રાહુલે દુકાનમાં ચંપલની સિલાઈ કરી હતી. જૂતામાં સોલ ચોંટાડ્યો હતો. રામચૈતે બંનેને સાચવીને રાખ્યા છે. રામચૈત કહે છે- જે ચંપલની રાહુલે સિલાઈ કરી હતી, તેને ખરીદવા માટે લોકો ફોન કરી રહ્યા છે. લોકો દૂર-દૂરથી દુકાને આવી રહ્યા છે. તેઓ મોં માંગી કિંમત ચૂકવવાની વાત કરે છે. અમને લાલચ આપવામાં આવે છે કે બેગ ભરીને પૈસા કહો તો આપી દઇએ, પરંતુ તે ચંપલ વેચી દો. તેમણે કહ્યું- સોમવાર (29 જુલાઈ) સવારે કારથી એક વ્યક્તિ આવ્યો, તેણે લાંબા સમય સુધી મારી સાથે વાત કરી. તેમણે રાહુલના હાથથી સિવાયેલા ચપ્પલને જોયું, પછી 10,000 રૂપિયા આપવા લાગ્યો. અમે તેને ચંપલ વેચવાની ના પાડી. આ અમારા નેતાની નિશાની છે, અમે તેને સાચવીને રાખીશું. 9-10 નંબરના બે જોડી જૂતા ગિફ્ટ કર્યા
રામચૈતે કહ્યું- રાહુલ ગાંધીએ અમને જૂતા-ચંપલ સીવવાનું મશીન ગિફ્ટ કર્યું. બીજા દિવસે રવિવારે લગભગ 11 વાગ્યાની આસપાસ રાહુલનો ફોન આવ્યો. તેમણે અમારી સુખાકારી વિશે પૂછ્યું. રામચૈતે રાહુલને બે જોડી જૂતા મોકલ્યા છે. તે કહે છે- સિલાઈ મશીન આપવા માટે રાહુલની ટીમ ઘરે આવી હતી. મેં તેમની સામે રાહુલને જૂતા ગિફ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે અમને કહેવામાં આવ્યું કે રાહુલ 9 સાઈઝના જૂતા પહેરે છે. અમે 9 અને 10 નંબરના જૂતા તૈયાર કરીને ગિફ્ટમાં મોકલી દીધા. મને આ માટે 3,000 રૂપિયા આપવામાં આવી રહ્યા હતા, જે હું નહોતો લઈ રહ્યો. તેમણે કહ્યું- લેવા પડશે એટલે લીધા. અમે બે લોકોએ ભેગા મળીને બે જોડી જૂતા રાહુલ માટે તૈયાર કર્યા. જૂતા પ્યોર લેધરના છે. તેમાં રબરનો સોલ લગાવ્યો છે. મદદ માટે હવે દોડીને આવી રહ્યા છે અધિકારીઓ
રામચૈત કહે છે- રાહુલના ગયા પછી હવે પ્રશાસનના લોકો મારા ઘરે આવી રહ્યા છે. તેઓ મારી ઝૂંપડી જુએ છે, મારી સમસ્યા વિશે પૂછે છે. આજ સુધી તો કોઈ નથી આવ્યું. રામચૈતે કહ્યું- 30 વર્ષ થઇ ગયા જૂતા-ચંપલની સિલાઈ કરતા. આટલા વર્ષો વીતી ગયા, અમે કોઈ નેતાને ઓળખતા નથી. અમે પ્રધાનને ઘર માટે કહ્યું હતું, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. થાકી-હારીને અમે કહેવાનું બંધ કરી દીધું. જ્યારથી રાહુલ ગાંધી અમારી દુકાને આવ્યા છે ત્યારથી પ્રધાન દોડીને આવી રહ્યા છે. કહે છે કે ઘર તમને ચોક્કસ મળશે. સિલાઈ મશીનની કિંમત રૂ. 1 લાખ
રામચૈતને જે સિલાઈ મશીન ભેટમાં મળ્યું છે તે મેડ ઇન જાપાન છે. તેની બજાર કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. સુલતાનપુરમાં કોઈ મોચી પાસે આવું સિલાઈ મશીન નથી. રામચૈતની ઝૂંપડીમાં સિલાઈ મશીન રાખવામાં આવ્યું છે, જેનાથી તેમણે જૂતા-ચંપલ સીવવાનું શરૂ કર્યું છે. ચાલો હવે જાણીએ રામચૈતના ગામ વિશે...
સુલતાનપુર હેડક્વાર્ટરથી 15 કિમી દૂર કુરેભાર બ્લોકમાં મઠિયા ગામ આવેલું છે. તે મુખ્ય માર્ગથી લગભગ દોઢ કિ.મી. અંદર છે. ગામની વચ્ચે રામચૈતની ઝૂંપડી છે. ગામની વસ્તી 800 આસપાસ છે. તેમની પત્ની શાંતિ દેવીનું 2001માં બીમારીના કારણે અવસાન થયું હતું. તેમને બે પુત્રો રાઘવરામ અને રાજારામ છે. રાઘવ ગામમાં જ મજૂરીનું કામ કરે છે. રાજારામ કમાવા બીજા શહેરમાં છે. એક દીકરી ગુડિયાના લગ્ન 3 વર્ષ પહેલા કારિયા બજનામાં થયા હતા. રામચૈતે લોન લઈને દીકરીના લગ્ન કરાવ્યા હતા. તેમના માથે હજુ 40-50 હજાર રૂપિયાનું દેવું છે. રોજના 100-200 રૂપિયા કમાઈ લે છે
રામચૈતને ત્રણ ભાઈઓ છે. બે બહેનો પણ છે. તેઓ સૌથી મોટા છે. રામચૈત કહે છે- જૂતાની દુકાન પહેલા પિતા ચલાવતા હતા. 30 વર્ષથી તેઓ પોતે દુકાન પર બેસીને ગુજરાન ચલાવે છે. ક્યારેક 100 રૂપિયા તો ક્યારેક 200 રૂપિયા મળી જાય છે. રામચૈતના પુત્ર રાઘવ રામે કહ્યું- આ ગામ વિકાસથી ઘણું દૂર છે. ગામમાં ન તો પાકો રસ્તો છે કે ન તો ગટર. અમારા પિતાને કિસાન સન્માન નિધિ સહિતનો કોઈ સરકારી લાભ મળતો નથી. રાહુલજી 26મી જુલાઈએ અમારી દુકાને આવ્યા હતા. 27 જુલાઈથી અધિકારીઓ અમારી દુકાને આવવા લાગ્યા. આશ્વાસન આપીને ગયા છે કે આવાસ મળી જશે. રોડ પણ બની જશે. હવે 4 ફોટા જુઓ, જ્યારે રાહુલ અચાનક રામચૈતની દુકાને પહોંચ્યા
26 જુલાઈએ રાહુલ ગાંધીની સુલતાનપુરની MP/MLA કોર્ટમાં અમિત શાહ માનહાનિ કેસની સુનાવણી હતી. હાજર થયા બાદ ત્યાંથી પરત ફરતી વખતે રાહુલે રામચૈતની દુકાને રોકાઇને તેમની ખબર-અંતર પૂછી હતી. રામચૈતે તેમને ગરીબી વિશે જણાવ્યું હતું અને મદદ માટે અપીલ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.