ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસનો રાફડોઃ 60 કેસ નોંધાયા - At This Time

ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસનો રાફડોઃ 60 કેસ નોંધાયા


મહેસાણા,તા.14કોરોના વાઈરસ ધીમા પગલે ગતિ વધારતો હોય તેમ ગુરૃવારે ઉત્તર
ગુજરાતમાં કોરોનાના કુલ ૬૦ પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લામાં
સૌથી વધુ ૨૮ કેસ સામે આવ્યા હતા.જયારે પાટણમાં ૧૬ અને બનાસકાંઠામાં ૧૬ મળી ઉત્તર
ગુજરાતમાં ૬૦ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. અત્યાર હાલમાં ત્રણેય જિલ્લામાં
કોરોનાના ૨૯૦ જેટલા દર્દીઓ હોમ આઈસોલેશન થઈને અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મહેસાણા જિલ્લામાં 
ગુરૃવારે ૧૮૮૬ કોરોના સેપલના રીઝલ્ટ આવ્યા હતા. જે પૈકી  ૨૨ના રીઝલ્ટ પોઝિટીવ જયારે ખાનગી લેબ અને એન્ટીજન
ટેસ્ટ મળી ૬ પોઝિટીવ મળી  કુલ ૨૮  લોકોના પોઝિટીવ રીઝલ્ટ આવેલ. જેમાં મહેસાણા
તાલુકામાં સૌથી વધુ ૧૧, ખેરાલુ ૧, કડી ૩ ,ઊંઝા ૩, જોટાણા ૧, વિજાપુર ૨, વિસનગર ૯  અને સતલાસણા તાલુકામાં ૧  કેસનો સમાવેેશ થાય છે.જિલ્લામાં  અત્યારે ૧૮૨ 
કોરોનાના એક્ટિવ કેસ છે.ં૧ દર્દી સાજા થતાં રજા આપવામાં આવી
હતી.બનાસકાંઠામાં ક આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર અને એન્ટીજન એમ કુલ ૩૨૨૫  સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી ૧૬ના રીઝલ્ટ
પોઝિટીવ આવ્યા છે.જેમાં  પાલનપુર ૪, થરાદ ૨, ડીસા ૧, કાંકરેજ ૧, વડગામ ૧ અને વાવ
તાલુકામાં ૭ મળી કુલ ૧૬ કેસ પોઝીટીવ આવ્યા હતા.જેથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોના
પોઝીટીવ દર્દીના સંર્પકમાં આવેલા વ્યક્તિઓના સેમ્પલ લઇ તપાસ હાથ ધરી છે.તેમજ
૪  દર્દીને રજા આપવામાં આવતા અત્યારે  કુલ એક્ટિવ કેસનો આંક ૪૩ થયો હોવાનું આરોગ્ય
વિભાગ જણાવી રહ્યુ છે.પાટણ જિલ્લામાં 
કોરોનાના ૧૬  કેસ સામે આવ્યા
હતા.જેમાં સૌથી વધુ પાટણ તાલુકામાં ૧૪,
હારીજ અને ચાણસ્મામાં ૧-૧  પોઝિટીવ
કેસનો સમાવેશ થાય છે.આરટીપીસીઆર અને એન્ટીજન મળીને ૧૭૫૫  લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ૬
પોઝિટીવ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી.જયારે હાલમાં ૬૫ કોરોના પિડીત
દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.