શહેરા તાલુકામાં બોરીઆવી ગામે તળાવનું પાણી પીવા ગ્રામજનો બન્યા મજબૂર - At This Time

શહેરા તાલુકામાં બોરીઆવી ગામે તળાવનું પાણી પીવા ગ્રામજનો બન્યા મજબૂર


પંચમહાલ
શહેરા તાલુકાના બોરીયાવી ગામે પીવાના પાણી માટેની વિકટ સમસ્યા હોવાથી ગ્રામજનોને પાણી માટે ગ્રામજનોને દૂર દૂર સુધી પાણીના વલખા મારવા પડે છે જ્યારે વિવિધ કચેરીઓ તેમજ ગામડાઓમાં ઠેર લખાતા સુત્રો સરકાર દ્વારા જળ એ જીવન આપણે ઘણી વાર સાંભળ્યું હશે મનુષ્યને એક સમયે ખોરાક ન મળે તો ચાલી શકે પરંતુ પાણી વિના નહી ચાલે

જ્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામે આવેલ નાયક જનાભાઈ જેસીંગભાઇ ના ફળિયામાં તેમજ સરપંચ ફળિયામાં આવેલ નરવતભાઈ મંગળભાઈ ના ઘર પાસે પાણી પુરવઠા ના હેડ પંપ આવેલ છે ગામના સ્થાનિક લોકો દ્વારા પાણી પુરવઠા ના હેલ્પલાઇન નંબર પર અનેક વાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા દ્વારા હેડપંપને રીપેરીંગ કામ યોગ્ય રીતે નહિ કરતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

પાણી પુરવઠા વિભાગ દ્વારા હેડપંપ રીપેર કામમાં માત્ર લાલિયાવાડી કરવામાં આવે છે અને તેના કારણો બોરીયાવી ગામના ગ્રામજનોને પાણી ની સમસ્યાઓ સર્જાતી હોય છે જો હેડપંપ નું યોગ્ય રીપેર કામ કરી ખૂટતી વસ્તુ હેડપંપ માં નાખવામાં આવે તો હેડપંપ માં પાણીનીસમસ્યાઓ નહીં સર્જાય તેવું ગ્રામજનોનું કહેવું છે

નલ સે જલ યોજનાના નલ પણ ખાલી શોભા ના ગાંઠિયા સમાન મુકેલા હોવાનું ગામના રહીશો. દ્વારા જણાવવામાં આવ્યું છે બોરીયાવી ગામે નાયક જનાભાઈ જેસીંગના ફળિયામાં રહેતી કેટલીક મહિલાઓને. 60 વર્ષથી વધારે ઉંમર હોવાના કારણે દૂર સુધી પાણી લેવા જવા મજબૂર બની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે

બોરીયાવી ગામની મહિલાઓને બે બેડા પીવાનું. પાણી લેવા માટે દૂર તલાવ સુધી જવું પડતું હોય છે. એક બાજુ નલ યોજનાના મોટા મોટા દાવા કરવામાં આવે છે પણ ગ્રાઉન્ડ રિપોર્ટ પર નલ સે જળ યોજનાની કામગીરીગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. બોરીયાવી ગામે પાણી માટે જલ સે નલ યોજના લાખો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છતાં પાણી માટે હજુ પણ ગ્રામજનો ને વલખા મારવા પડી રહ્યા છે જો એક ગામના સરપંચની રજૂઆત તંત્ર દ્વારા સાંભળવામાં ના આવતી હોય તો પછી આમ જનતાનુંશું

બોરીયાવી ગામે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા ના બંને હેડપંપ રીપેર કરવામાં આવે અને ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાનો હાલ થાય એવી ગ્રામજનોની માંગ

રિપોર્ટ. વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.