આજે સિહોરમાં પરપ્રાંતિય નાગરિકોને ઘર ભાડે આપનાર મકાનમાલિકોને નોંધણી કરાવવા એક માસની મુદત આપવા સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોર પોલીસ મથકના પી.આઈ ને રજૂઆત કરાઈ
સિહોરમાં 4 જીઆઈડીસી તેમજ વિવિધ ક્ષેત્રમાં પરપ્રાંતિય નાગરિકો કામ ધંધા સાથે સંકળાયેલા હોય છે ત્યારે ભાવનગર કલેકટર શ્રીના જાહેરનામા મુજબ આ પરપ્રાંતીય નાગરિકોને મકાન ભાડે આપનાર મકાન માલિકે ઓનલાઇન ગવરમેન્ટ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે ત્યારે આ બાબત ની સિહોરના મકાન માલિકો ને જાણ ન હોવાથી સિહોર પોલીસ દ્વારા આ જાહેરનામા ની જાણકારીનો સમાચાર તથા સોશિયલ મીડિયાના માધ્યમ થી બહોળો ફેલાવો કરે અને સિહોરના મકાન માલિકો ને આ નોંધણી કરાવવા માટેની કામગીરીમાં એક માસની મુદત આપવામાં આવે તથા મકાનમાલિકો ને કનડગત ના કરવામાં આવે તેવી સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોર પોલીસ મથકના પી.આઇ શ્રી ગોહિલ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, પૂર્વ વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, દિનેશભાઈ પટેલ,યુવરાજ રાવ, ચેતન ત્રિવેદી, રાજુ ગોહિલ,ધવલ પલાનીયા,હસમુખ બારોટ વગેરે કાર્યકરો જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.