રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં સ્કાઉટ- ગાઈડની પ્રશંસનીય કામગીરીને બિરદાવતા ટેકનિકલ એજ્યુકેશનલ કમિશનર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી બંછાનીધી પાની - At This Time

રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં સ્કાઉટ- ગાઈડની પ્રશંસનીય કામગીરીને બિરદાવતા ટેકનિકલ એજ્યુકેશનલ કમિશનર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી બંછાનીધી પાની


*રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં સ્કાઉટ- ગાઈડની પ્રશંસનીય કામગીરીને બિરદાવતા ટેકનિકલ એજ્યુકેશનલ કમિશનર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી બંછાનીધી પાની*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાના કેળવણી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ખૂબ ધામધૂમથી થી રાયગઢ ખાતે ઉજવવામાં આવ્યો જ્યાં ટેકનિકલ એજ્યુકેશનલ કમિશનર અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી બંછાનીધી પાની , જિલ્લા શિક્ષણા અધિકારી શ્રીમતી મીતાબેન ગઢવી પધાર્યા હતા. તેમનુ સ્કાઉટ ગાઇડ બાળકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્કાઉટ ગાઇડ પરેડ કરી તેમને સભા સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગાઈડની બાળાઓએ કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ વૃક્ષારોપણ ના કાર્યક્રમમાં અને અન્ય કાર્યક્રમમાં સ્કાઉટ અને ગાઈડ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને બંછાનીધી પાની એ ખૂબ જ વખાણતા જણાવ્યું હતું કે આર્મી જેવી સ્કાઉટ ગાઈડ ની પ્રવૃત્તિ છે જ્યાં શિસ્ત અને સંયમના દર્શન થાય છે . ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત ને અભિનંદન આપ્યા હતા. સ્કાઉટ વીરો અને ગાઈડ બાળાઓને સંસ્કારનુ સિંચન કરનાર ગાઈડ લીડર શ્રીમતી અલકાબેન પટેલને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ શાળામાં ખુબ સરસ રીતે પ્રવેશોત્સવ ઉજવવા બદલ આચાર્યશ્રી પ્રણવભાઈ ઉપાધ્યાય અને કેળવણી મંડળને અભિનંદન આપ્યા હતા. છેલ્લે સ્કાઉટ ગાઈડના સાથે ફોટો સેશન પણ કર્યું હતું


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.