યુવાનોના પ્રિય લેખક રાજકોટના જય વસાવડા દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને એક રૂમનુ અનુદાન - At This Time

યુવાનોના પ્રિય લેખક રાજકોટના જય વસાવડા દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને એક રૂમનુ અનુદાન


યુવાનોના પ્રિય લેખક રાજકોટના જય વસાવડા દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને એક રૂમનુ અનુદાન

રાજકોટ યુવાનોના પ્રિય લેખક, રાજકોટના જય વસાવડાએ વૃદ્ધો અને વૃક્ષોના શુભાર્થે થઈ રહેલી પૂ. મોરારિબાપુની માનસ સદભાવના રામકથામાં નવા બની રહેલા સદભાવના વૃધ્ધાશ્રમ માટે એક રૂમનુ અનુદાન આપ્યું છે.
જયભાઈ રાજકોટના સમાચાર પત્રથી શરૂ કરીને ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. આજે જયભાઈની દર અઠવાડિક કટારો, અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં રંગત સંગત કટાર ૨૦૦૮થી લખે છે. તેમણે મિડ-ડેની મુંબઈ આવૃત્તિ અને અનોખી, આરપાર અને ગુજરાત માસિકો માટે કટાર લેખન કર્યું છે. તેઓ ગુજરાત અને અન્ય સ્થળોએ વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપે છે.
જયભાઈ સંશોધન પત્રો અને ઈન્ટરવ્યુ પણ તૈયાર કરે છે. તેમણે ફિલ્મોના રીવ્યુ અને સેલિબ્રીટીઓ પર પણ સંશોધન કર્યું છે. જયભાઈએ વિજ્ઞાન, સિનેમા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ, સંસ્કૃતિ, ધર્મ, કલા, યુવા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્વિક સાહિત્ય, માનવ સંબંધો જેવા વિવિધ વિષયો પર ૧૧૦૦ થી વધુ લેખ લખ્યા છે.
યુવાનોના પ્રિય લેખક રાજકોટના જય વસાવડાએ સદભાવના વૃધ્ધાશ્રમને જામનગર રોડ, રામપર ખાતે નવા બની રહેલા વૃદ્ધાશ્રમ માટે એક રૂમનું અનુદાન આપ્યું છે. અત્રે ઉલેખ્ખનીય છે કે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના નિ:સંતાન, નિસહાય, નિરાધાર વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા નિ:સંતાન વૃધ્ધો/વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ લેવામાં આવતો નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 660 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે તેમાંથી 200 વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે. 30 એકરની જગ્યામાં 5000 વડીલો સમાઈ શકે તે માટે 300 કરોડનાં માતબર ખર્ચે 1400 રૂમ યુક્ત સદભાવના વૃદ્ધાશ્રમ રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. જયભાઈના આ પ્રેરણાદાયી અનુદાનથી વૃદ્ધાશ્રમના વિકાસ અને વૃદ્ધોના કલ્યાણ માટે સારા કાર્યને પ્રોત્સાહન મળશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.