રીક્ષામા ભુલી ગયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન - At This Time

રીક્ષામા ભુલી ગયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન


તા.૦૩/૦૭/૨૦૨૪ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી જણાવેલ કે તા.૦૩/૦૭/૨૦૨૪ના બપોરના ક.૧૪/૩૦ થી ક.૧૫/૦૦ વાગ્યાના અરસામાં અરજદાર બોટાદ શાક માર્કેટ થી રીક્ષામા બેસી પોતાના ઘરે ગાયત્રીનગર જતા હતા ત્યારે શરતચુકથી પોતાનો VIVO કંપનીનો મોબાઈલ રીક્ષામા ભુલી ગયેલ. ત્યારબાદ મોબાઈલની ઘણી શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી, તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રીક્ષાનો રજી.નં. GJ-27-U-5629 શોધી ટેકનિકલ એનાલિસિસથી તા.૦૪/૦૭/૨૦૨૪ ના ક.૦૮/૫૦ વાગ્યે એલર્ટ આવતા રીક્ષા ચાલકને પકડી અરજદારને મોબાઈલ પરત અપાવી આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાઓને સોંપેલ. આમ, અરજદારને પોતાનો મોબાઈલ પરત મળી જતા બોટાદ જીલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.