બાલાસિનોરમાં ગણેશ મહોત્સવ અને ઈદૈમિલાદ પર્વને અનુલક્ષીને બેઠક યોજાઈ, હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ*
*
.
આગામી દિવસોમાં મહિસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વ ઉજવવામાં આવનાર છે. આ બંને પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પીઆઇ અનશુમન નિનામાની અધ્યક્ષતામાં આજરોજ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બાલાસિનોર ટાઉન પોલીસમથકના પી.આઈ અનશુમન નિનામા,પી.એસ.આઈ એ.એમ.બારીયા સહિતના પોલીસકર્મીઓ તેમજ શહેરોમાંથી બંને ધર્મના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં ગણેશ મંડળના આયોજકોને જણાવ્યું હતું કે, જીઇબીના પર અડચણરૂપ વાયર ને ટેપિગ કરવામાં આવે જેની જાણ કરવામાં આવે તેવું જાણવા માં આવ્યુ,
પંડાલ માં લોખંડ ની પાઈપ એંગ્લો દ્વારા બાંધવામાં આવે છે અને ત્યાં લાઇટ ના વાયરો થી કોઈ ને કરંટ ન લાગે તે માટે બાલાસિનોર પીઆઈ અનુમાન નિનામા દ્વારા જણાવાયું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિસર્જન યાત્રા દરમિયાન દરેક ડી.જે વાહનમાં એક પોલીસકર્મી મુકવામાં આવશે. ડી.જે નો અવાજ કંટ્રોલમાં રાખવો પડશે. ધાર્મિક લાગણી ના દુભાય તેનું પણ આયોજકોએ ધ્યાન રાખવું પડશે. આ વખતે બોડીવોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરા થી દેખરેખ રાખવામાં આવશે. તદુપરાંત ધાર્મિક સિવાયમાં વગાડવામાં આવનાર ગીતોની પેનડ્રાઈવ તેમજ સી.ડી અગાઉથી જ પોલીસ દ્વારા ચેક કરવામાં આવશે..
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.