કહાન ગુરુદેવશ્રી નાં આશીષ સાથે કોરોના વોરીયર્સ ગ્રુપ બોટાદ દ્વારા આસ્થા સ્નેહ નું ઘર સંસ્થામાં LED TV ભેટ આપવામાં આવ્યું - At This Time

કહાન ગુરુદેવશ્રી નાં આશીષ સાથે કોરોના વોરીયર્સ ગ્રુપ બોટાદ દ્વારા આસ્થા સ્નેહ નું ઘર સંસ્થામાં LED TV ભેટ આપવામાં આવ્યું


આસ્થા સ્નેહ નું ઘર.. મનો દિવ્યાંગ બાળકો હવે મેળવશે વિડિયો માધ્યમથી શિક્ષણ..

( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
બોટાદ જિલ્લામાં કોરોના વોરીયર્સ ગ્રુપ બોટાદ પરમ પૂજ્ય કહાન ગુરુદેવશ્રી ના આશિષ સાથે જુદી જુદી સામાજિક સેવાઓ થકી એક આગવી ઓળખ ઉભી કરેલ છે, સાથે અવનવી સેવા કાર્ય કરી રહ્યું છે. બોટાદ જિલ્લામાં મનો દિવ્યાંગ બાળકોને આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ સંચાલિત "સ્નેહ નું ઘર" દિવ્યાંગ તાલીમ કેન્દ્રમાં વિના મુલ્યે શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. જેમાં દરરોજ સવારે ૧૦ વાગ્યે દિવ્યાંગ બાળકો સેન્ટરએ આવી જુદા જુદા ટી.એલ.એમ.નાં આધારે તાલીમ મેળવે છે ત્યારે તેમને ઓડીયો- વિજ્યુલ થી ટ્રેનીગ આપવા માટે કોરોના વોરીયર્સ ગ્રુપ બોટાદ ની પ્રેરણા થકી દાતાશ્રી દ્વારા રામ ભરોસે કોડેક કંપની ની સમ્પૂર્ણ સીસ્ટમ સાથેની 50- ઈંચની એલ.ઈ.ડી.ટીવી TVભેટ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં કોરોના વોરીયર્સ ગ્રુપ ના રાજાભાઈ કોઠારી, મોન્ટુભાઈ શાહ, મનીષભાઈ શાહ, ભોપાભાઈ સોની, સમાજ સુરક્ષા પ્રોબેશનરી અધિકારી શ્રીમતી વસંતબેન બગડા તેમજ આસ્થા સંસ્થાનાં માર્ગદર્શક ટીમ ઉપસ્થિત રહેલ.પરમ પૂજ્ય કહાનગુરુદેવશ્રી ના આશીષ થી મળેલ LED TV થકી સંસ્થાના બાળકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.