પ્રભાસ પાટણ સોમનાથ મંદિર સામેના ભાગેથી આજે વહેલી સવારે એક દિપડો વન વિભાગ એ પિંજરે પૂર્યો હતો…
પ્રભાસ પાટણ સોમનાથ મંદિર સામેના ભાગેથી આજે વહેલી સવારે એક દિપડો વન વિભાગ એ પિંજરે પૂર્યો હતો...
થોડા દિવસ અગાઉ સોમનાથ પાર્કિંગ ઝોન વિસ્તારમાં એક દિપડો સ્થાનિકોએ જોતા આ બાબતે વન વિભાગને જાણ કરી હતી.. ત્યારે વન વિભાગ એ સત્વરે સોમનાથ તીર્થમાં આવતા યાત્રીકોની સુરક્ષા ને ધ્યાને લઈ અને દીપડો પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જે દીપડો આજે ઝડપાઈ જતા સ્થાનિકોમાં રાહત ફેલાય છે સાથે સાથે વન વિભાગ એ સોમનાથ ટ્રસ્ટ ને વિનંતી કરી છે કે આ વિસ્તારમાં ભારે બાવળ અને જાડી જાખરા આવેલા હોય. જો સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જાડી જાખરા દૂર કરાય તો દીપડાનું રહેઠાણ કાયમ માટે દૂર કરી શકાય... અને અહીં આવતા યાત્રીકો કોઈપણ સંકોચ વગર આ દીપડાના ત્રાસમાંથી મુક્ત થઈ શકશે..
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.