**સંજેલી તાલુકાના હીરોલા ગામની બોરપાણી( ૧ )વર્ગ પ્રાથમિક શાળા ખાતે “સ્વચ્છતા હી સેવા અભિયાન “થકી સફાઈ અભિયાન કરાયુ**
સંજેલી તાલુકાના હીરોલા ગામની બોરપાણી( ૧ )વર્ગ પ્રાથમિક શાળા ખાતે "સ્વચ્છતા હી સેવા અભિયાન "થકી સફાઈ અભિયાનમા લોકો જોડાયા **
ભારત સરકારશ્રી દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે તા.17 સપ્ટેમ્બર, 2024 થી તા. 31 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી છે.
જેમાં કેન્દ્ર સરકાર ખેલ મંત્રાયલ દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા સંજેલી તાલુકાના હીરોલા ગામની બોરપાણી ૧ વર્ગ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય સેવા કર્મી મનીષાબેન જયેશભાઇ સંગાડાના નેતૃત્વમાં શાળાના આચાર્ય વિક્રમભાઈ બારીયા.શિક્ષકો માલ રાજુભાઇ, ચારપોટ દિનેશભાઇ, રેખાબેન બામણિયા..સ્થાનિક આગેવાન રમણભાઈ મનીયાભાઈ સંગાડા વગેરે ઉપસ્થિત રહી શાળા પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું અને સમગ્ર દેશમાં ચાલતા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા...
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.