ફરિયાદ કરવા ગયેલા યુવકનું પોલીસમથકમાં હાર્ટએટેકથી મોત
હુમલો થતાં ફરિયાદ કરવા બી.ડિવિઝન પહોંચ્યા’તા
છ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
શહેરના બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. યુવકને કોઇ અજાણ્યા શખ્સે ફડાકો ઝીંકતા તે શખ્સ સામે ફરિયાદ કરવા ગયો હતો પરંતુ યુવકનું હાર્ટફેઇલ થઇ ગયું હતું.શહેરના ઉપલાકાંઠા વિસ્તારની ન્યૂ જલારામ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઇ અરજણભાઇ દામાણી (ઉ.વ.36) ગુરૂવારે રાત્રે પોતાના પિતરાઇ અમિતભાઇ સાથે બી.ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને એક શખ્સ સામે ફરિયાદ કરવા વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી અને બેભાન થઇ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.