સ્વાઈન ફલૂના ખતરા વચ્ચે 50 વર્ષીય દર્દી પોઝિટિવ,ફુલ્લી વેક્સીનેટેડ, ટ્રાવેલ હિસ્ટ્રી શૂન્ય છતાં રાજકોટીયન્સ થઈ રહ્યા છે સંક્રમિત
રાજકોટમાં ફરી એકવખત કોરોનાએ માથું ઉચક્યું હોય તેમ એક બાદ એક પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. એકબાજુ H3N2 વાયરસ અને બીજીબાજુ કોરોના વાયરસ આમ બન્ને બાજુએથી ઘેરાયેલી ગંભીર સ્થિતિ વચ્ચે રાજકોટમાં ત્રણ દિવસ પહેલા કોરોનાનો એક કેસ નોંધાયા બાદ આજે વધુ એક કેસ ગાંધીગ્રામ વિસ્તારમાં નોંધાયો છે. 50 વર્ષીય પુરુષે બુસ્ટર સહિત ત્રણેય ડોઝ લીધો હોવા છતાં અને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં કાતિલ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે.
હાલ તેમને હોમ આઇસોલેશન હેઠળ રાખવામા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 50 વર્ષીય પુરુષની તબિત બગડતા કોરોનાના લક્ષણ દેખાતા પરિક્ષણ કરવામા આવ્યુ હતુ જેના રિપોર્ટમાં કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.