બાયડ તાલુકાના સાઠંબા ગામે માર્કેટયાર્ડ નજીક લોડીંગ વાહનની ટક્કરથી રહતદારીનું મોત. - At This Time

બાયડ તાલુકાના સાઠંબા ગામે માર્કેટયાર્ડ નજીક લોડીંગ વાહનની ટક્કરથી રહતદારીનું મોત.


બાયડ તાલુકાનું સાઠંબા ગામ એટલે કોરી ઉદ્યોગ નો ધમધમાટ.આજુબાજુમાં ઘણી કોરીઓ આવેલી હોવાથી લોડીંગ ટ્રક વધારે ફરતા હોય છે ત્યારે પ્રાપ્તિ માહિતી અનુસાર આજરોજ સવારે સાઠંબાના માર્કેટયાર્ડ નજીક ચાંપલાવત ગામના વતની સોલંકી પ્રભાતસિંહ માધુસિંહ જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા લોડીંગ વાહન એ ટક્કર મારતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.. બાયડ તાલુકામાં ઓવરલોડીંગ ટ્રકો મોતના સોદાગર ની જેમ ફરી રહ્યા છે ત્યારે રાહતદારીના મોતથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આવા ઓવારલોડીંગ ટ્રકો પર પ્રશાસન કાર્યવાહી કયારે કરશે તે જેવું રહ્યુ કે આમને આમ પ્રશાસન મોતના તમાશા જોતું રહેશે કે શું ????...

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.