કોંગી ધારાસભ્ય કગથરાએ મોદીને રાવણ સાથે સરખાવ્યા
અભિમાન રાવણ જેવું છે તેમ કહ્યાની સ્પષ્ટતા
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપત્તિજનક ટિપ્પણી કરી વડાપ્રધાનને રાવણ સાથે સરખાવી વિવાદને આમંત્રણ આપ્યું હતું. રાજકોટ ખાતેની પત્રકાર પરિષદમાં ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ તા.4ના મોંઘવારી સામે દિલ્હીમાં હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કર્યું છે,
અને આગામી તા.10ના રોજ કોંગ્રેસે મોંઘવારી સામે ગુજરાત બંધનું એલાન આપ્યું છે તેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો એક દિવસ બંધ પાળે, મોંઘવારીથી લોકો પીસાઇ રહ્યાં છે અને બેરોજગારીથી યુવાનો તડપી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજા રાવણની જેમ અભિમાન ફાટી ગયું છે, તેમનું અભિમાન ઉતારવા માટે ગુજરાતની પ્રજા દિલ્હીના હલ્લાબોલ અને ગુજરાત બંધના એલાનમાં જોડાઇ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.