હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે થયેલ આંગડીયા પેઢીના કર્મચારી સાથે થયેલ લુંટનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૧૧,૨૨,૩૨૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે થયેલ આંગડીયા પેઢીના કર્મચારી સાથે થયેલ લુંટનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૧૧,૨૨,૩૨૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


રિપોર્ટ. મંજૂર ખણુસિયા હિંમતનગર સાબરકાંઠા
હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે થયેલ આંગડીયા પેઢીના કર્મચારી સાથે થયેલ લુંટનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ. ૧૧,૨૨,૩૨૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
તા.૧૨/૦૩/૨૦૨૪ ના રોજ ક. ૦૭/૧૫ થી ક. ૦૭/૩૦
દરમ્યાન હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તાર માંથી ફરીયાદી તથા સાહેદો પાસેથી કોઇ અજાણ્યા ઇસમો નંબર વગરની એસન્ટ કાર તથા ઇકો કાર લઇ આવી આંગડીયા પેઢીના ચાંદીના અલગ અલગ પાર્સલ નંગ-૧૯ જેનુ વજન ૨૬.૪૭૮ કિ.ગ્રામ કિ.રૂ।. ૧૯,૦૬,૪૧૯/- તથા સોનાના દાગીનાના અલગ અલગ પાર્સલ નંગ-૩૮ જેની કિ.રૂા. ૩૦,૩૪,૫૨૦/- મળી કુલ કિ.રૂા. ૪૯,૪૦,૯૩૬/- ની લુંટ કરેલ હોય જે બાબતે હિંમતનગર બી. ડીવીજન પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.૨.નં. ૧૧૨૦૯૦૫૬૨૪૦૨૨૧/૨૦૨૪ ઇ.પી.કો. ક. ૧૭૦, ૩૪૨, ૩૪૭, ૩૬૫, ૩૯૫, ૪૨૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધાયેલ જે બાબતે ગુન્હોનો ભેદ ઉકેલવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓની સુચના આધારે પો.ઇન્સ. શ્રી એ.જી.રાઠોડ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી ડી.સી.પરમાર એલ.સી.બી. તથા પો.સ.ઇ. શ્રી આર.કે.રાવત નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ નાઓની ટીમ બનાવેલ
ઉપરોક્ત ટીમ દ્વારા ટેક્નીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન સોર્સીસ ની મદદ મેળવી સતત ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલવા ટીમ કાર્યરત હતી. જે દરમ્યાન સદર ગુન્હાને અંઝામ આપવા વાપરેલ નંબર વગરની ઇકો ગાડી તથા એસેન્ટ ગાડીના આર.ટી.ઓ. નંબર તથા માલિકના નામ સરનામાં મળી આવતાં તપાસ ચાલુ રાખેલ હતી, દરમ્યાન બનાસકાંઠા પોલીસ ધ્વારા સદર લુંટના ગુન્હામાં વપરાયેલ એસેન્ટ ગાડી સાથે ત્રણ આરોપીઓને પકડેલ હોય અને ઇકો ગાડી તથા બીજા આરોપીઓ પકડવાના બાકી હોય જે આરોપીઓને પકડવા સારૂ એલ.સી.બી. ટીમના માણસો દ્વારા અલગ અલગ દિશામાં વર્ક આઉટ કરી રહેલ હતાં
પકડાયેલ આરોપીઓ
1. હર્ષદજી ઉર્ફે બકો ચેતનજી ઠાકોર રહે.સમોડા ઠાકોરવાસ, તા.જી. પાટણ 2. સંદિપ ફતાજી ઠાકોર રહે. માંખણીપુરા (ભાંડુ) તા.વિસનગર, જી.મહેસાણા 3. જયદિપસિંહ અમરતજી રાજપુત રહે.ચંન્દ્રાવતી, રાજપુતવાસ,
તા.સિધ્ધપુર, જી.પાટણ
4. દિવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ શંભુજી રાજપુત
રહે. ચંન્દ્રાવતી, તા.સિધ્ધપુર, જી.પાટણ પકડવાના બાકી આરોપીઓ
રાજપુતવાસ,
1. ચરણભા ઉર્ફે લાલભા નથુભા વાઘેલા રહે.આંગણવાડા તા.કાંકરેજ
જી.બનાસકાંઠા
2. લાલુભા રતનસિંહ વાઘેલા
રહે.આંગણવાડા જી.બનાસકાંઠા
તા.કાંકરેજ
3. બળદેવજી ઉર્ફે અક્કુ(અલ્કેશ) કકુભા
ઠાકોર રહે.ડેર તા.જી.પાટણ
4. વિશાલસિંહ હિરણ્યાસિંહ(કિરીટસિંહ) પરમાર(ડાભી) રહે.જુનુડેલુ વાંટામાં પેથાપુર ગાંધીનગર
5. મેહુલસિંહ રહે.પેથાપુર ગાંધીનગર
જે દરમ્યાન ઉપરોક્ત ટીમ દ્વારા ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે ગઇ તા.૧૯/૦૩/૨૦૨૪ ના રોજ જાદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન અ.હે.કો. નરસિંહભાઇ તથા પો.કો. પ્રહર્ષકુમાર, નિરીલકુમાર નાઓને
બાતમી હકિકત મળેલ કે " ઉપરોક્ત આંગડીયા લુંટને અંઝામ આપનાર ગેંગના માણસો એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ24AU0530 ની ખેરાલુ બાજુથી નિકળી વલાસણા થઇ ઇડર તરફ આવનાર છે." જે બાતમી હકિકત આધારે માઢવા ઓ.પી. તા.ઇડર ખાતે પહોચી ઉપરોક્ત બાતમી મુજબના વાહનની વોચમાં હતાં દરમ્યાન બાતમી મુજબની ઇકો ગાડી વલાસણા તરફથી આવતાં જેને રોકી સદર ઇકો ગાડીમાં જોતાં ડ્રાઇવર સહીત કુલ ચાર ઇસમો બેઠેલ હોય જેઓના નામઠામ પુછતાં (૧) હર્ષદજી ઉર્ફે બકો ચેતનજી ઠાકોર રહે.સમોડા ઠાકોરવાસ, તા.જી. પાટણ (૨) સંદિપ ફતાજી ઠાકોર રહે. માંખણીપુરા (ભાંડુ) તા.વિસનગર, જી.મહેસાણા (૩) જયદિપસિંહ અમરતજી રાજપુત રહે.ચંન્દ્રાવતી, રાજપુતવાસ, તા.સિધ્ધપુર, જી.પાટણ (૪) દિવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ શંભુજી રાજપુત રહે. ચંન્દ્રાવતી, રાજપુતવાસ, તા.સિધ્ધપુર, જી.પાટણ ના હોવાનુ જણાવેલ સદર ઇસમોની પુછપરછ કરતાં કોઇ યોગ્ય જવાબ ન આપતાં સદર ઇકો ગાડીની જડતી કરતાં ગાડીની સીટો નીચેથી સોનાના તથા ચાંદીના દાગીનાઓ ભરેલ ચાર અલગ અલગ કપડાની થેલીઓ મળી આવતાં સદર પકડાયેલ ચારેય ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે, “સદર થેલીઓમાં રહેલ સોના-ચંદીના દાગીના ગઇ તા.૧૨/૦૩/૨૦૨૪ ના રોજ અમો ચારેય જણાંઓ તથા ચરણભા ઉર્ફે લાલભા નથુભા વાઘેલા રહે.આંગણવાડા તા.કાંકરેજ જી.બનાસકાંઠા તથા તેઓના મિત્રો હિંમતસિંહ ઉર્ફે પીન્ટુ તથા અરવિંદસિંહ ઉર્ફે પાજી બન્ને રહે.બનાસકાંઠા તથા બળદેવજી ઉર્ફે અલ્કેશ રહે.ડેર તથા લાલુભા રતનસિંહ વાઘેલા તથા મંગુભા ઝાલા બન્ને રહે.આંગણવાડા તથા મેહુલસિંહ પરમાર(ડાભી) તથા વિશાલસિંહ બન્ને રહે.પેથાપુર ગાંધીનગર નાઓએ અગાઉથી પ્લાન બનાવીને હિંમતનગર બસ સ્ટેશન નજીક ઇકો ગાડી તથા એસેન્ટ ગાડી લઇ આવેલ અને આંગડીયા પેઢીના ત્રણ કર્મચારીઓ પાસેથી લુંટ કરેલ તે પૈકીના છે અને જે લુંટના સોના-ચાંદીના દાગીના કુલ ચૌદ (૧૪) ભાગ પાડેલ હતાં અને તેમના ચારેયના ભાગે આવેલ સોના- ચાંદીના દાગીના તેઓ આજરોજ ઇડર થઇ રાજસ્થાન મુકામે અલગ અલગ થેલીઓમાં રાખી વેચવા નિકળેલ છીએ” જેથી સદર ચારેય આરોપીઓને ઉપરોક્ત ગુન્હાના કામે સી.આર.પી.સી કલમ.૪૧(૧)(એ), ૧૦૨ મુજબ તા.૧૯/૦૩/૨૦૨૪ ના ક.૧૮/૩૦ વાગે અટક કરી વધુ તપાસ અર્થે હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. ખાતે સોંપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.