” ડભોઇ નગરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૭૪ – મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
( છેલ્લા ૪૧ વર્ષથી બેન્કની આ શાખાએ તિરંગો લહેરાવાય છે )
૨૬- મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં ઉજવણી દબદબાભેર કરાઇ હતી . ત્યારે નગરમાં બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલ સંસ્થાઓમાં પણ આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડભોઈ નગરમાં કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર નિવેદિતા વિશ્વાસના વરદ હસ્તે પણ તિરંગો લહેરાવી સન્માનભેર સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
૨૬ મી જાન્યુઆરીના દિવસે બેન્કિંગ ક્ષેત્રે જાહેર રજા હોય છે. પરંતુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ડભોઈ શાખાનાં કમૅચારીઓ આ દિવસે ધ્વજવંદન કરવા માટે અચૂક હાજર રહે છે. તેમજ બેંકના પ્રતિષ્ઠિત ગ્રાહકોને પણ આ સમયે હાજર રાખવામાં આવે છે. બેન્કની આ શાખા ખાતે છેલ્લા ૪૧- વર્ષથી સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે જે પણ એક નોધનીય બાબત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.