ભારત બેકરીના એલચી રસમાંથી સેકરીન, ખતરનાક કલર મળ્યો : ગંભીર રીપોર્ટ
મ્યુનિ. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા થોડા સમય પહેલા સદર ભીલવાસમાં આવેલ ભારત બેકરીમાંથી લેવામાં આવેલ સ્પે.એલચી રસમાં નમુના રીપોર્ટમાં સેકરીન અને આરોગ્યને નુકસાન કરે તેવા સિન્થેટીક ફૂડ કલરની ભેળસેળ સાબિત થઇ છે. જે અંગે હવે કલેકટર તંત્રમાં કેસ મૂકીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે.
ફૂડ વિભાગ દ્વારા ભીલવાસ ચોક, ઠક્કર બાપા છાત્રાલય રોડ, ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ભારત બેકરી પ્રા. લી.માં હિતેશભાઈ દયાળજીભાઈ બુધ્ધદેવ પાસેથી ‘સ્પે. એલચી રસ (250 ગ્રામ પેક્ડ)’નો નમૂનો લઇને લેબોરેટરીમાં મોકલાયો હતો. જેનો રીપોર્ટ આવી જતા સેકરીન તથા સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલોની હાજરી કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.
જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. આ દરોડો પડયો ત્યારે મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ માલ મળ્યો હતો અને ભઠ્ઠી સહિતની જગ્યાએ સ્વચ્છતા માટે નોટીસ આપવામાં આવી હતી.
તંત્રએ સેફટી વાન સાથે પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓને ત્યાં 15 નમુનાની ચકાસણી કરી આઠ દુકાનદારોને લાયસન્સ માટે નોટીસ આપી હતી. જેમાં (1)અક્ષર ગાંઠિયા (2)શક્તિ કોઠી આઇસ્ક્રીમ (3)જય સોમનાથ પૂરી શાક (4)ચિલ્ડ હાઉસ (5)કનૈયા દાળપકવાન (6)વિસોતમા સોડા (7)સાહેબ ખમણ (8)જે ભગવાન ભૂંગળા બટેટાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (9)મધુર બેકરી (10)મહાદેવ દાળપકવાન (11)યુવરાજ દાળપકવાન (12)જય ગણેશ મદ્રાસ કાફે (13)પ્રિન્સ બદામ શેક (14)જય મુરલીધર ઘૂઘરા (15)પટેલ ખમણ (16)અવધ ડેરી ફાર્મ (17)રાજ બેકરી (18)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (19)સ્વાદિષ્ટ દાળપકવાન (20)પટેલ વિજય ડેરી ફાર્મ (21)જલારામ સ્વીટસમાં ચકાસણી કરવામાં આવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.