રાધનપુર-સામખીયાળી ને.હાઈવે ઉપર રાત્રિના સમયે હોટલો પરથી મોબાઈલ,ડીઝલ,ખિસ્સાકાતરુ ચોરી/લુંટ કરતી ગેંગના ત્રણ આરોપીઓને પકડી પાડતી લાકડીયા પોલીસ - At This Time

રાધનપુર-સામખીયાળી ને.હાઈવે ઉપર રાત્રિના સમયે હોટલો પરથી મોબાઈલ,ડીઝલ,ખિસ્સાકાતરુ ચોરી/લુંટ કરતી ગેંગના ત્રણ આરોપીઓને પકડી પાડતી લાકડીયા પોલીસ


મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ નાઓએ શરીર સબંધી તથા મિલ્કત સબંધી બનતા બનાવો અટકાવવા તેમજ આવા ગુનાઓ આચરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને ગઈ તા-૨૫/૦૩/૨૦૨૩ રોલાકડીયાપોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર ન ૧૧૯૯૩૦૧૧૨૩૦૦૨૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૯૨,૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબનો લુંટનો ગુનો દાખલ થયેલ જેમાં અજાણ્યા ત્રણ ઈસમો ઈન્ડીકા કારમાં આવી જે પૈકીના બે ઈસમો ફરીયાદીની હોટલના કાઉન્ટરે જઈ ફરીયાદીને છરી બતાવી રૂ.૪૩૦૦/-ની લુંટ કરી નાશેલ હોય જેથી ગુનાની ગંભીરતાને લઈ અજાણ્યા આરોપીઓને પકડી પાડવા સારુ મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવાનાઓએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને તુરંત ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ખાનગી હકિકત આધારે ગુનામાં ઉપયોગમાં લીધેલ સફેદ ઈન્ડીકા કાર તથા ચોરીના મોબાઈલ નંગ-૨ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ચોરીના બે મોબાઈલ તથા તપાસ દરમ્યાન લાકડીયા પો.સ્ટે દાખલ થયેલ રૂ.૬૫,૦૦૦/- ની ચોરીનો વધુ એક અનડીટેક્ટ ગુનો ડીટેકટ કરેલ.

પકડાયેલ આરોપીઓઃ- (૧) હુશેન હબીબખાન સાહેબખાન મલેક ઉ.વ-૩૫ હાલ રહે.કોલીવાડા તા-વારાહી જિ-પાટણ મુળ- કામલપુર તા-દસાડા જિ-સુરેન્દ્રનગર (૨) શમશેર અયુબખાન મનુભા મલેક ઉ.વ-૨૨ મુળ રહે.ગોખાતર તા-સાંતલપુર જિ-પાટણ હાલે- કોલીવાડા તા-વારાહી જિ-પાટણ (૩) કરીમ જુમા ઈબ્રાહિમ ભટી ઉ.વ-૩૦ રહે.રાણીસર તા-સાંતલપુર જિ-પાટણ

પકડાયેલ મુદામાલ - ઈન્ડીકા કાર નં-GJ-24-AA-8544 કિ.રૂ.૫૦,૦૦૦/- વીવો કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ-૨ કિ.રૂ.૧૫૦૦૦/- હેરો કંપનીનો સાદો મોબાઈલ-૦૧ કિ.રૂ-૫૦૦/- રોકડા રૂપિયા-૧૧૦૦/- ડીઝલના ખાલી કેરબા નંગ-૬ કિ.રૂ-૦૦/- ડીઝલ ભરવાની નળી નંગ-૦૨ કિ.રૂ-૦૦- ડીઝલ ભરવા કાપીને બનાવેલ નાની બોટલ કિ.રૂ-૦૦/- ગાડીઓના લોક ખોલવાની બનાવેલ ઓલ કી.રૂ-૦૦/- બ્લેડ (પત્રી) નંગ-૦૬ કિ.રૂ-૦૦/- છરી નંગ-૦૧ કિ.રૂ-૦૦/-

શોધાયેલ ગુના - લાકડીયા પોલીસ સ્ટેશન ગુન નં-૦૦૨૩/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૩૯૨ વિગેરે લાકડીયા પોલીસ સ્ટેશન ગુના નં-૦૦૧૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૩૭૯ વિગેરે

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ - બનાસકાંઠા થરાદ પોલીસ સટેશન ગુના નં.૧૨૫૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ-૩૯૮ વિગેર સુરેન્દ્રનગર પાટડી પોલીસ સ્ટેશન ગુના નં.III/૧૪૦/૨૦૧૫ પ્રોહી કલમ-૬૫(એ),(ઇ) વિગેર મહેસાણા નંદાસણ પોલીસ સ્ટેશન ગુના નં.I/૦૦૯૧/૨૦૧૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ વિગેર સુરેન્દ્રનગર બજાણા પોલીસ સ્ટેશન ગુના નં.૦૦૧૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૨૩ વિગેર આરોપીઓનો ચોરી/લુંટ કરવાનો એમ.ઓ આ કામેના આરોપીઓ હોટલ પર રોકાતા હેવી વાહનના ચાલકોના બ્લેડ વડે ખીસ્સા કાપી મોબાઇલ/રૂપિયાની ચોરી/લુટ કરે છે તેમજ ઓલ કી વડે હેવી વાહનોના ડિઝલની ટાંકીઓ ખોલી ડિઝલ ચોરી કરે છે

આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા એ.એસ.આઈ ઈસ્માઈલ એમ.ચાકી, જયેશભાઇ એન.પારગી તથા પો.હેડ કોન્સ સમીતભાઇ બી.ડાભી તથા પો.કોન્સ હકુમતસિંહ જાડેજા,દીલીપભાઇ ચૌધરી,દીપક સોલંકી,વરજાંગભાઈ રાજપુતનાઓ જોડાયેલ હતા.9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.