ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૦માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું - At This Time

ગોધરા તાલુકાના વડેલાવ ગામે ૧૦માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું


ગોધરા

પંચમહાલ જિલ્લામાં આજથી ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જિલ્લાના સાત તાલુકાના અલગ અલગ સાત ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં ગોધરા તાલુકાના વડેલાવ ગામે પણ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

વડેલાવ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં આજુબાજુના ગામોના બહોળી સંખ્યામાં લાભાર્થી - અરજદારોએ ભાગ લીધો હતો અને સ્થળ પર જ સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમજ અન્ય વહીવટી કામોનો નિકાલ કરવામાં આવ્યો હતો. અહી સરકારશ્રીના વિવિધ વિભાગોની ૫૦થી વધુ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો. જેમાં વિધવા સહાય, વૃદ્ધ સહાય, વ્હાલી દિકરી યોજના તેમજ રેશનકાર્ડ અને આધાર કાર્ડને લગતી તમામ કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી.

બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ તેમજ એનસીડી સેલ દ્વારા સ્થળ પર જ બ્લડપ્રેશર, સુગર સહિતના રોગોનું નિદાન અને સારવાર પણ સ્થળ પર જ આપવામાં આવી હતી. સરકારના તમામ પ્રજાલક્ષી કામ કરતા તમામ વિભાગો એક સાથે એક જ સ્થળ પર આવી સ્થાનિકોને લાભ આપતા લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.