આજે યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા દાતાશ્રીના સહયોગથી રામનગર પ્રાથમિક શાળા ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

આજે યુવા યુગ પરિવર્તન સંગઠન દ્વારા દાતાશ્રીના સહયોગથી રામનગર પ્રાથમિક શાળા ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો


સિહોરની ખૂબજ જાણીતી અને સેવાકીય સંસ્થા યુવા યુગ પરિવર્તન સંગઠન શહેરની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમા તબક્કાવાર ઇનામ વિતરણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ સિહોરની રામનગર સરકારી પ્રાથમિક શાળામાં આજરોજ દાતાશ્રી યોગેશકુમાર જોશી ના આર્થિક સહયોગથી 500 જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રેરક પ્રસંગમાં યોગેશભાઈ જોશી તથા પરિવાર વિશેષ ઉપસ્થિત રહી બાળકોના મુસ્કાન નું કારણ બન્યા હતા.
આ કાર્યક્રમમાં શાળા આચાર્ય રાજેન્દ્રસિંહ,શિક્ષકગણ તેમજ યુવા યુગ પરિવારના સ્થાપક મલય રામાનુજ,હર્ષ ત્રિવેદી,ગોપાલ ગોહિલ,સંજય પરમાર તેમજ કેતન રબારી એ ભારે જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
કાર્યક્રમના અંતે દરેક બાળકોને દાતાશ્રી યોગેશકુમાર તેમજ માયાબેન જોષી દ્વારા નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.... રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.