ભાભર મુકામે ભારતીય સ્ટેટ બેન્ક ભાભર શાખા દ્વારા બેન્ક ધિરાણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
ભાભર મુકામે ભારતીય સ્ટેટ બેન્ક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર રાજેશકુમાર પરમાર , સ્ટાફ મિત્રો અને ભાભર પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાભર પંથકના ખેડુતો મિત્રોને કુલ 15 ખેડુતો ને રૂ. 48,63000 ની K CC પાક ધિરાણ કિસાન લોન કાર્ડ આપવામાં આવેલ તેમજ વ્યક્તિગત ઘિરાણ 4 પર્સનલ લોન પેટે રૂ 29,50000 આપવામાં આવ્યા હતા આમ તા.૩૦નવેમ્બરના રોજ લોન મેળામાં કુલ 19 લાભાર્થી ને રૂ 78,13000
લોન આપવામાં આવી હતી
આ લોન મેળા કાર્યક્રમ દરમિયાન ભાભર પોલીસ સ્ટેશન સ્ટાફ મિત્રો માંથી કમલેશભાઈ વ્યાસ અને હરેશભાઈ પટેલે ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન ભાભર પંથકના ખેડુતો સ્થાનિક કર્મચારીઓ ગ્રાહક સેવામાં સ્ટાફ મિત્રો C S P અને ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના સ્ટાફ દ્વારા ઉત્સાહ પુર્વક ભાગ લેવા માં આવ્યો હતો ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના બાન્ચ મેનેજર રાજેશ કુમાર પરમાર દ્વારા બેંક ધિરાણ જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકો ને વઘારે ને વઘારે બેન્ક લોન અંગેની જાગૃતિ આવે અને સ્થાનિક વ્યાજ ખોરો ના ચક્રમાં લોકો ન ફસાય એ કાર્યક્રમનો મુખ્ય હેતુ હોવાનું જણાવ્યું હતું
9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.