શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં નવરાત્રી પર્વ ઉજવાયું - At This Time

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં નવરાત્રી પર્વ ઉજવાયું


શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં નવરાત્રી પર્વ ઉજવાયું........
આજરોજ શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એ ટ્રેડીશનલ ડ્રેસ પહેરી નવરાત્રીમાં રાસ ગરબા રમ્યા હતા.શરૂઆતમાં કેળવણી મંડળના કાર્યકારી અધ્યક્ષ શ્રી ગોપાલસિંહ રાઠોડ દ્વારા સ્થાપન, પૂજા તથા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ભાઈઓ અને બહેનોએ અલગ અલગ ગ્રુપમાં ગરબા રમ્યા હતા.આજના કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ સુપરવાઇઝર શ્રી એસ.કે.મનાત,પી.જે.મહેતા, અધિક્ષક સંજયભાઈ મિસ્ત્રી, કન્વીનર સી.આર.પટેલ, સહ કન્વીનર એસ.જે.પટેલ, જે.એમ.શાહ, ડી.પી.ભટ્ટ, પ્રાથમિક વિભાગના આચાર્ય સુનિલભાઈ પ્રજાપતિ, સ્ટાફ સેક્રેટરી પુનિતભાઈ પટેલ, કોર્પોરેટર શશીકાંતભાઈ સોલંકી તથા તમામ સ્ટાફ મિત્રો ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિભાગ પ્રમાણે ભાઈઓ અને બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રસાદના દાતા તરીકે પંકજભાઈ પટેલ અને સ્વાતિબેન આહીર એ ફાળો આપ્યો હતો તેમજ અન્ય શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીના ઈનામો માટે ફાળો આપ્યો હતો. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ મિત્રો તેમજ સેવકોએ ખુબ જ સુંદર કાર્ય કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.