રાજકોટમાં ચા બાબતે થયેલી માથાકૂટમાં ચાની દુકાનના માલિક સહિત બે યુવકોએ રિક્ષાચાલકની ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટ શહેરમાં શનિવારે રૈયાધાર વિસ્તારમાં રિક્ષાચાલક યુવાનની પૂર્વ સાળાએ ચોથા માળેથી ધકકો મારી હત્યા કર્યાનો બનાવ બન્યા બાદ હત્યાની વધુ એક ઘટના શહેરમાં બનવા પામી છે. જેમાં પણ ભોગ બનનાર રિક્ષાચાલક છે. શહેરનાં 80 ફુટ રોડ પર બાપુનગર સ્મશાન પાસે સાંજના સમયે ચાના થડે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાનની બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. જેમાં મૃતક યુવાન અવાર-નવાર ચાના થડે જઈ ગાળો આપી માથાકૂટ કરતો હોય અને આજે ફરી માથાકૂટ કરતા ચાની દુકાનના માલિક સહીત બે શખ્સોએ મળી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.