જૈન ધર્માચાર્ય શ્રુતરક્ષા સંકલ્પ શિલ્પી પૂ. આચાર્ય શ્રી વિજય યુગચંદ્રસૂરીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરતાં ડો. વલ્લભભાઈ કથીરિયા - At This Time

જૈન ધર્માચાર્ય શ્રુતરક્ષા સંકલ્પ શિલ્પી પૂ. આચાર્ય શ્રી વિજય યુગચંદ્રસૂરીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરતાં ડો. વલ્લભભાઈ કથીરિયા


જૈન ધર્માચાર્ય શ્રુતરક્ષા સંકલ્પ શિલ્પી પૂ. આચાર્ય શ્રી વિજય યુગચંદ્રસૂરીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરતાં ડો. વલ્લભભાઈ કથીરિયા

પાટણ જિલ્લામાં જૈન ધર્મના મહા તીર્થ શંખેશ્વર ખાતે પ્રવચન શ્રુતતીર્થના પ્રાંગણમાં જૈન ધર્મ અને સંસ્કૃતિના ભવ્ય વારસાને સુરક્ષિત રાખવા માટે કાર્યરત સ્વપ્નદ્રષ્ટા પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પૂર્ણચંદ્રસૂરિ શ્વરજી મહારાજ, શ્રુતરક્ષા સંકલ્પ શિલ્પી પૂ. આચાર્ય શ્રી વિજય યુગચંદ્રસૂરીજી મહારાજના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા એ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે કેમ્પસ માં રહેલી કામધેનુ ગૌ માતાના દર્શન કરી ડો. કથીરિયાએ ધન્યતા અનુભવી હતી. ડો. કથીરિયા એ ધર્માચાર્ય સાથે ગૌસેવા અને જીવદયા ના વિવિધ ક્ષેત્રો, રાષ્ટ્રીય કામધેનુ આયોગ તેમજ ગત વર્ષે રાજકોટ માં યોજાયેલ GAUTECH -2023 અને ગૌ આધારીત અર્થતંત્ર અંગે વિશદ ચર્ચા કરી હતી.આ મુલાકાત દરમ્યાન રાજકોટ ભાજપા અગ્રણી શ્રી દેવશીભાઈ ટાઢાણી, ઓ.બી.સી. મોરચાના સુરેન્દ્રનગરના પ્રભારી ચમનભાઈ સિંધવ, શંખેશ્વર તીર્થ ના અગ્રણીશ્રી ડી. કે. દશવી, શ્રી ભરતભાઈ સિંધવ, શ્રી ચિરાગભાઈ ચાવડા એ પણ પૂ. આચાર્યના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.