રાજકોટમાં સૌરાષ્ટ્રનાં સૌથી મોટા લોકમેળામાં 14 લાખ લોકો મહાલ્યા, મેળો પૂરો થતા ઠેર ઠેર ગંદકીના ગંજ - At This Time

રાજકોટમાં સૌરાષ્ટ્રનાં સૌથી મોટા લોકમેળામાં 14 લાખ લોકો મહાલ્યા, મેળો પૂરો થતા ઠેર ઠેર ગંદકીના ગંજ


સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આખરે સંપન્ન થયો છે. રાંધણ છઠ્ઠથી શરૂ થયેલો મેળો અગિયારસની રાત્રે પૂર્ણ થયો હતો. ત્યારે છેલ્લા છ દિવસમાં અંદાજિત 14 લાખ જેટલા લોકોએ મેળાની મજા માણી હોવાનું સામે આવ્યું છે. ત્યારે મેળો પૂર્ણ થતાં ઠેર ઠેર હાલ રેસકોર્સ મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટા પાયે દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે રોગચાળો ન વકરે તે માટે રેસકોર્સ મેદાન ખાતે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાફ-સફાઈની કામગીરી આરંભવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.