સાબરકાંઠા જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ વડાલી ખાતે યોજાશે
સાબરકાંઠા જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ વડાલી ખાતે યોજાશે
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ વડાલી તાલુકાની શેઠ ભુરાલાલ છોટાલાલ આર્ટસ કોલેજ વડાલી ખાતે યોજાશે.
આ બેઠકમાં શેઠ છોટાલાલ શાહ આર્ટસ કોલેજ વડાલી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ની ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી કામગીરીની ફાળવણી કરવામાં આવી હતી. મહાનુભવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્ર્મો, શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીઓની સોંપણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી વાઘેલા, અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી, પુરવઠા અધિકારીશ્રી દિપ્તી પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર શ્રી, ઈડર પ્રાંત શ્રી, હિંમતનગર પ્રાંત શ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.