રાજકોટમાં મહિલા સાથે દૂષ્‍કર્મઃ ન્‍યુડ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ લાખો પડાવ્‍યા! - At This Time

રાજકોટમાં મહિલા સાથે દૂષ્‍કર્મઃ ન્‍યુડ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ લાખો પડાવ્‍યા!


શહેરમાં દૂષ્‍કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા સાથે ગોંડલના શખ્‍સે વારંવાર દૂષ્‍કર્મ આચરી ન્‍યુડ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તેણીના સોનાના દાગીના વેંચાવી બળજબરીથી ૨૦ લાખ રૂપિયા પડાવી લઇ તેમજ એક ફલેટના સોદાના નામે કટકે કટકે રૂા. ૨૫ લાખ મેળવી લઇ દસ્‍તાવેજ ન કરી આપી છેતરપીંડી કર્યાનો આરોપ મુકાયો છે. પોલીસે આ કિસ્‍સામાં બળાત્‍કાર, ઠગાઇ, બળજબરી, ધાકધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે શહેર તાલુકા પોલીસે ભોગ બનેલી મહિલાની ફરિયાદને આધારે ગોંડલમાં કપુરીયા ચોક બાપા સિતારામની મઢુલી પાસે રજપૂત સમાજની વાડી નજીક રહેતાં ઘેલા સવાભાઇ બાંભવા વિરૂધ્‍ધ આઇપીસી ૩૭૬ (૨) (એન), ૪૦૬, ૪૨૦, ૩૨૩, ૩૮૪, ૫૦૬ મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૯ની સાલમાં ભોગ બનનાર મહિલાનો પરિયય અન્‍ય એક પરિચીત મારફત ઘેલા બાંભવા સાથે થયો હતો. જે તે વખતે ઘેલાએ તેણીના ફોન નંબર માંગતા તેણીએ આપ્‍યા હતાં. એ પછી તેણે વાતચીત ચાલુ કરી હતી અને તમારું ઘર શોધવું છે તેવું કહ્યું હતું.
ત્‍યારબાદ તે રાજકોટ આવ્‍યો હતો અને ઘર શોધી ઘરે આવ્‍યો હતો અને પતિની હાજરીમાં જ વાતચીત કરી જતો રહ્યો હતો. ત્‍યારદબાદ એક દિવસ અચાનક તે મહિલાના ઘરે આવી ગયો હતો. ત્‍યારે મહિલાના પતિ હાજર ન હોઇ ફલેટમાં ઘુસી મહિલાને ધક્કો મારી પછાડી દઇ બળજબરી આચરી ન્‍યુડ ફોટા પાડી લીધા હતાં.
આ પછી ઘેલાએ આ ન્‍યુડ ફોટા વાયરલ કરીદેવાની ધમકી આપી મહિલાનું શોષણ શરૂ કર્યુ હતું અને અવાર-નવાર અલગ અલગ જગ્‍યાએ લઇ જઇ બ્‍લેકમેઇલ કરી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધી લીધા હતાં. એટલુ જ નહિ આ મહિલાને સતત ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણીના સોનાના દાગીના વેંચાવડાવી બળજબરીથી રૂા. ૨૦ લાખ પડાવી લીધા હતાં.
આ ઉપરાંત મહિલાને ફલેટ લેવો હોઇ ઘેલાએ પોતે ફલેટ અપાવી દેશે તેમ કહી પોતાના પરિચીતનો ફલેટ બતાવી કટકે કટકે ૨૫ લાખની રકમ મેળવી લીધી હતી. આ ફલેટનો સોદો ૨૭.૫૦ લાખમાં કરાયો હતો. પરંતુ ૨૫ લાખ મેળવી લીધા બાદ ઘેલાએ દસ્‍તાવેજ કરી આપ્‍યો નહોતો. સર્વસ્‍વ લુંટાઇ જતાં અને લાખો રૂપિયા ગુમાવી દેતાં મહિલાએ અંતે પતિ દ્વારા અપાયેલી હિમ્‍મતને કારણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી તાલુકા પોલીસમાં જાણ કરતાં પીઆઇ વી.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ રામભા ચારણ, અમિતસિંહ સોલંકી સહિતે ગુનો દાખલ કર્યો હતો. આગળની તપાસ પીએસઆઇ વી.એન. મોરવાડીયા અને અજીતસિંહે હાથ ધરી આક્ષેપો અંતર્ગત આરોપીને ઝડપી લેવા તજવીજ આદરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.