રાજકોટ તરફથી ભગવાન રામને નાનકડી ભેંટ માતૃમંદિર કોલેજનાં છાત્રોએ એલચી, લવિંગ, અક્ષતમાંથી 350 ફૂટનો હાર બનાવ્યો; શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરાઈ
આગામી 22 જાન્યુઆરીનાં રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં મંદિરનો ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. 500 કરતા વધુ વર્ષ બાદ યોજાનાર આ સમારોહને લઈ દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે. આ મહોત્સવ માટે સૌ કોઈ યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. ત્યારે શહેરની માતૃમંદિર કોલેજનાં છાત્રો દ્વારા ભગવાન શ્રી રામ માટે એલચી, લવિંગ, અક્ષતથી 350 ફૂટનો હાર બનાવાયો છે. આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ હારની પૂજા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.