મલેકપુર પ્રાથમિક શાળા ખાતે સેવાભાવી દાતા દ્વારા ૧૩૦ જેટલી શાળાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું - At This Time

મલેકપુર પ્રાથમિક શાળા ખાતે સેવાભાવી દાતા દ્વારા ૧૩૦ જેટલી શાળાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જરૂરિયાત મંદ બાળકો શૈક્ષણિક સામગ્રીના અભાવે શિક્ષણમાં પાછળ ન રહે તેવા ઉમદા આશયથી મહીસાગર જિલ્લામાં છેલ્લા પંદર વર્ષથી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સેવાભાવી દાતા ડો. આર બી પટેલ લાયન્સ કલબના માધ્યમથી શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહયા છે.આ વર્ષે જિલ્લાની ૧૩૦ જેટલી શાળાઓને ફૂલ સ્કેપ બુક ઉપરાંત પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા બાળકોને દફતર સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ લુણાવાડા તાલુકાનાં મલેકપુર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
ડો આર બી પટેલ અને લાયન્સ ક્લબ આયોજિત આ કાર્યક્રમમાં શાળાઓને શૈક્ષણિક કીટ વિતરણ સાથે સાથે તેજસ્વી બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું તેમજ ચોમાસાને અનુલક્ષી કાચું મકાન ધરાવતા જરૂરિયાત મંદ પરિવારને ૪૨ તાડપત્રી વિતરણ કરવામાં આવી હતી.
ડો. આર બી પટેલે પોતાના અભ્યાસ કાળમાં પડેલી મુશ્કેલીને વર્ણવી હાલ અભ્યાસ કરતાં બાળકો તકલીફ વેઠયા વગર સારી રીતે ભણી શકે તે માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે તેમ જણાવ્યુ હતું. જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ ડો. આર બી પટેલની સેવાભાવનાને બિરદાવી શાળાના બાળકો માટેની ઉમદા પ્રવુત્તિ માટે આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ જનક જોશી, ડો પ્રવીણભાઈ પ્રજાપતિ, ડો. જિલ્લા વ્યાસ, ડો. દિવ્યાંગ પટેલ, જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ શશિકાંતભાઈ, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બિપિનભાઈ, સરપંચ, શાળાના આચાર્યો, સીઆરસી, શિક્ષકો, ગામના અગ્રણીઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.