આજી ડેમ પાસે વર્ષોથી ભરાતી રવિવારી બજાર પર અસામાજિક તત્ત્વોનો કબજો, હવે કડક કાર્યવાહીના નિર્દેશ - At This Time

આજી ડેમ પાસે વર્ષોથી ભરાતી રવિવારી બજાર પર અસામાજિક તત્ત્વોનો કબજો, હવે કડક કાર્યવાહીના નિર્દેશ


સિંચાઈ વિભાગની જમીન પર બાહુબલિઓનું દબાણ

કોર્પોરેટરના પતિના ઓરડી ભાડે આપવાના કૌભાંડની શાહી સૂકાઇ નથી ત્યાં વધુ એક કારસ્તાન પ્રકાશમાં આવ્યું

રાજકોટ શહેરના લાલપરી-રાંદરડા તળાવ નજીક સરકારી જમીનમાં ઓરડી ભાડે આપવાનું ભાજપના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરના કૌભાંડની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં આજી ડેમ પાસે સિંચાઇ વિભાગની જગ્યામાં દર રવિવારે યોજાતી ગુજરી બજારમાં વર્ષોથી પાથરણાવાળાઓને વેપાર માટે ખાટલા ભાડે આપી ખંડણી ઉઘરાવવાનું કૌભાંડ ચાલતું હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. રાજકોટ સિંચાઇ વિભાગે ભૂતકાળમાં અનેક વખત નોટિસ આપ્યા બાદ આગળની કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.