પુત્રીની છેડતી કરી ધમકી આપતા પડોશી પરેશ વાઘેલાના ત્રાસથી મહિલાએ ફિનાઈલ પીધું
પરસાણાનગરમાં ઘર સામે જ રહેતા શખ્સે મહિલાનું જીવવુ હરામ કરી નાંખ્યુ છે. તેમને મારી નાંખવાની ધમકી આપી પુત્રીઓને છેડતી કરતાં શખ્સથી કંટાળી મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાઈ હતી.
વધુમાં મહિલાના પતિએ જણાવ્યું હતું કે, તેની ઘર સામે રહેતો પરેશ વાઘેલા છેલ્લા દોઢ વર્ષથી તેની પત્નીને હેરાન-પરેશાન કરી મારી નાખવાની ધમકી આપે છે તેમજ તેને સંતાનમાં ત્રણ પુત્રી છે, જે પરેશ પુત્રીઓની પણ અવારનવાર છેડતી કરતો હોય, જે મામલે તેના ઘરે તેમના પત્ની કહેવા જતા પરેશ અને તેની પત્ની આશા લાજવાના બદલે ગાજયા હતા અને નિતાબેન સાથે મારકુટ કરી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જો તેમના ઘરના સભ્યો ઘર બહાર નીકળે તો બાઈક પર બેસેલો પરેશ બાઈકમાંથી છરી કાઢી ધમકાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.