બે અજાણ્યા શખ્સોએ લુંટનો પ્રયાસ કરી યુવકને છરી મારી દીધી
શહેરનાં સંત કબીર રોડ પર કબીરવન સોસાયટી પાસે બે અજાણ્યા શખ્સોએ યુવકને છરી મારી લુંટનો પ્રયાશ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ પરપ્રાંતિય યુવક સારવાર હેઠળ છે. થોરાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ અર્જુનભાઈ પાકરુભાઈ ભારતી (ઉ.વ.34, રહે. ચંપકનગર સોસાયટી શેરી નં-1 પેડક રોડ) તેઓ ગઈ કાલે સંત કબીર રોડ પર કબીરવન સોસાયટી પાસે ઉભા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો આવી પૈસા અને મોબાઇલ ઝુંટવી લુંટનો પ્રયત્ન કરતાં અર્જુન ભાગવા જતાં બે શખ્સોએ છરી મારી દીધી હતી. બાદ ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના અને અહીં ઇમિટેશનનું મજુરી કામ કરે છે. તેઓ પાંચ ભાઈ અને બે બહેનમાં નાના છે તેમજ તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.